કોડિનાર, તા.૯
કોડિનારમાં હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે કેટર્સો દ્વારા કેરીનો રસ, શીખંડ, ગુલાબજાંબુ, બરફી સહિતની મીઠાઈઓ પીરસવામાં આવે છે તેમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં કેરીની સિઝન ચાલી રહી છે. વર્તમાન સમયમાં કેરીની સિઝન ચાલી રહી છે પરંતુ હજુ બજારમાં કેરી પુરતા પ્રમાણમાં આવતી નથી. ત્યારે લગ્ન પ્રસંગમાં પીરસાતો કેરીનો રસ હકીકતે કેરીનો રીસ નથી. જાણકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ રસમાં કેમિકલવાળો પાવડર પાણીમાં ભેળવી તેમાં એસેંસ નાખી દેવામાં આવે છે. જેથી તે કેરીના રસ જેવું બની જાય છે. માત્ર ૪૦ રૂા. કિલો મળતો આ પાવડરનો રસ બની જતા તે રસ રૂા.૬૦થી ૭૦ના કિલો લેખે વેચવામાં આવે છે. બજારમાં ૮૦થી ૧૦૦ની કિલો મળતી કેરી અને તેનો રસ રૂા.૬૦થી ૭૦માં મળે તે કેમ ગળે ઉતરે ? આ જ રીતે શીખંડમાં આ પાવડર ભેળવી શીખંડ ઘટ્ટ બનાવવામાં આવે છે પરંતુ આજ શીખંડને પાણીમાં ઓગાળવામાં આવે તો તેમાં રહેલો પાવર નીચે બેસી જશે. આ જ પ્રમાણે કેમિકલયુક્ત પાવડર બરફી, હલવો, ગુલાબજાંબુ વિગેરેમાં ભેળવવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેંડા કરનાર અને કમાઈ લેવાની વૃત્તિ ધરાવતા કેરીના રસ અને મીઠાઈના વેપારી સામે રાજ્યનું આરોગ્ય તંત્ર પગલા ભરે તે ઈચ્છનીય છે. નહીતર ભોજન બાદ લોકોમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો વકરે તેની જવાબદારી તેની ?