(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.૧૯
ગીર સેન્સેટિવ ઈકોઝોન વિસ્તારમાં કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામની ગૌચરની જમીન કોરી ખાતા ખનિજ માફિયા ઉપર કોડીનારના મામલતદાર સહિતના સ્ટાફે અચાનક છાપો મારીને પાંચ પત્થર કાપવાની ચકરડી, એક જનરેટર સેટ અને બે ઈલેક્ટ્રોનિક મોટર સહિત લાખોના મુદ્દામાલ સાથે કરોડોની લાઈમસ્ટોનની ખનિજ ચોરી પકડી પાડતા ગીર ઈકોઝોનના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા તત્ત્વોેમાં ફફડાટ મચી ગયો છે. કોડીનાર મામલતદારે તાત્કાલિક સ્થળ ઉપર પોલીસ અને રેવન્યુ સ્ટાફ તેમજ ખાણ ખનિજ વિભાગને બોલાવીને સમગ્ર મામલો ખનિજ વિભાગને બોલાવીને સમગ્ર મામલો ખનિજ વિભાગને હવાલે કરી દીધો છે.
મામલતદારે બે ખાણ ઉપર કબજો જમાવીને તેઓને રોકી રાખવામાં સફળ થયા હતા જે ખાણ કોણ ચલાવતું હતું તેની પ્રાથમિક માહિતી મુજબ એક જગ્યાએ જીતુભાઈ ડોડિયા તથા બીજી જગ્યાએ કાદરીબાપુ નામના શખ્સોના નામ બહાર આવ્યા છે.