કોડીનાર,તા.ર૧
કોડીનારના ઘાંટવડ ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.
બનાવની વિગત અનુસાર ઘાંટવડ ગામે મેઈન બજાર ચોરા પાસે રહેતો સૂર્યકાંત છગનલાલ ગાંધી પોતાના મકાનમાં કોઈપણ પ્રકારની ડિગ્રી વિના મેડિકલને લગતા સાધનો રાખી લોકોને એલોપોથીક દવા તથા સારવાર આપી ક્લિનીક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. તેવી બાતમીના આધારે એચ.ઓ.ની. બ્રાંચના કેતન જાદવ, સુભાષભાઈ, ઈબ્રાહીમશા બાનવા, ગોવિંદભાઈ, વિજયભાઈ, અભેસિંહભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી તેને ઝડપી પૂછપરછ કરતા તે દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર તથા દવાઓ આપતો હોવાનું જણાવેલ તથા ક્લિનીક ચલાવવા તેની પાસે કોઈ સર્ટી, ડિગ્રી કે લાયસન્સ ન હતું. જેથી પોલીસે મેડિકલને લગતા ૧૧૭ સાધનો કિંમત રૂા.૭૯પપનો મુદ્દામાલ કબ્જે કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ છે.