(સંવાદદાતા દ્વારા) તાલાળા, તા.૧૧
કોડીનાર તાલુકાના છાછર ગામે તાલાળાની ૭ વર્ષની માસૂમ બાળકી ઉપર નજીકના કૌટુંબિક સગા એવા ૫૦ વર્ષના ઢગાએ બાળકીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરી હેવાની ભરીરીતે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરી બાળાને ઇજાગ્રસ્ત કર્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે ૭ વર્ષની પીડિતા બાળકીની માતા (રહે.તાલાળા)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની મોટી દીકરીની સગાઈ કોડીનાર તાલુકાના છાછર ગામે કરેલ છે. તેણીની નણંદની સગાઈના પ્રસંગે પરિવાર સહિત છાછર ગામે ગયા હતા, જ્યાં તેમની મોટી દીકરી અને નાની ૭ વર્ષની દીકરી રોકાયા હતા. આ દરમિયાન ભીખા ઉમરે નાની દીકરીની એકલતાનો લાભ લઇ તેને રૂમમાં લઇ જઇ હેવાની તેણીએ આચરી ઇજા પહોંચાડી હતી. આ અંગે ૭ વર્ષની બાળકીએ તેની મોટી બહેન નાઝમીનને જાણ કરતા નાઝમીને તાલાળા મુકામે તેની માતાને ફોન કરી જાણ કરતા તેની માતાએ છાછર ગામે દોડી આવી હતી. બાળકીની હાલત જોતા અને તપાસ કરતા તેને આગળ પાછળ બન્ને ગુપ્ત ભાગે ગંભીર ઇજા હોય બાળકીને તાલાળા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડી છાછર ગામના ભીખા ઉમર વિરુધ્ધ દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અસરથી છાછરના ઢગાને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માસૂમ બાળકી ઉપર હેવાનિયતભર્યું કૃત્ય આચરતા સમગ્ર સમાજમાં ઢગા ઉપર ફીટકારની લાગણી વર્ષી છે.