(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.૩૦
કોડીનારના પી.આઈ. જી.કે.ભરવાડની આજે અમદાવાદ ખાતે બદલી થતાં કોડીનારની પ્રજામાં ભારે નિરાશા સાથે નારાજગી ફેલાઈ છે. કોડીનાર તાલુકામાં માત્ર ૯ મહિના જ ફરજ બજાવી બહુ ટૂંકા ગાળામાં જ ક્રાઈમ રેટ ઓછું કરી લોકોમાં લોકપ્રિયતા મેળવનાર પી.આઈ. જી.કે.ભરવાડની આજે અમદાવાદ ખાતે બદલી થઈ હતી. આજે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ૨૭ પી.આઈ. અને ૨૭ પી.એસ.આઈ.ની બદલી કરવાના કરાયેલા હુકમમાં કોડીનારના પી.આઈ. ભરવાડની પણ અમદાવાદ ખાતે બદલી થઈ છે. ગત નવેમ્બરમાં કોડીનાર પોલીસ સ્ટેશનનું ચાર્જ સંભાળતાની સાથે જ ગુનાહિત તત્ત્વો સામે ઘોંસ બોલાવી ક્રાઈમ રેટ ઓછું કરવામાં પી.આઈ. ભરવાડે મહત્ત્વની કામગીરી ભજવી હતી. પી.આઈ. ભરવાડે મીડિયા સાથે પણ સરસ સંકલન કર્યું હતું. આજે પી.આઈ. જી.કે.ભરવાડની અમદાવાદ ખાતે બદલી થતાં કોડીનારની પ્રજાએ પી.આઈ. ભરવાડની બદલીનો વિરોધ વ્યક્ત કરી તેમની બદલી રદ્દ કરવા માંગ કરી છે.