કોડીનાર,તા.૩૧
કોડીનાર તાલુકાના સરખડી ગામે ખેતરમાં આવેલ થાંભલામાં નાંખેલ વાયરિંગ કાઢી નાખવાની નજીવી બાબતે એક શખ્સે ઉશ્કેરાઈ જઈ પ્રૌઢ ઉપર હુમલો કર્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
હમીરભાઈ સીદીભાઈ ડોડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સરખડી ગામે આવેલ ખેતીની જમીનની બાજુના ખેતરમાં કેશુ હાજા અને ભાવસિંગ એભાભાઈએ ભાગિયું રાખેલ હોય તેમાં પાણી પાવા માટે હમીરભાઈના ખેતરમાં આવેલ વીજ થાભલામાં પાણીની મોટરનું વાયરિંગ નાખેલ છે. તે વાયરિંગ કાઢી નાખવા હમીરભાઈએ કહેતા ભાવસિંગ એભાભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો ભાંડી લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા કોડીનાર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.