કોડીનાર, તા. ર૧
કોડીનાર તાલુકાના સરખડી ગામના યુવાનને દેવળી ગામના ૪ શખ્સોએ શિંગવડા નદીમાં કાંપની માટી વાર વિના ભરી આપવાના મુદ્દે તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
કેશુભાઈ વિરભણભાઈવાળા રહે. સરખડીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કોડીનાર શિંગવડા નદીમાંથી નદીના કાંપની માટી ટ્રેક્ટરમાં ભરી સરખડી જતાં દેવળી ગામે ધમા પ્રતાપ દાહીમા- દીગુ ગોવિંદ બારડ-દિલુ હદા બારડ અને એક અજાણ્યા શખ્સે ટ્રેક્ટર રોકાવી નદીમાંથી વારા વિના ડાયરેક્ટ માટીના ટ્રેક્ટર ભરી દેવાનું મનદુઃખ રાખી ગાળો ભાંડી તલવાર અને પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ટ્રેક્ટરમાં પણ તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવતા કોડીનાર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.