ઉના,તા.ર૧
કોડીનાર તાલુકાના સુગાડા ગામે સને ૨૦૧૦માં પાણીના જાહેર નળ પાસે પાણી ભરવા બાબતે સાધનાબેન નામની મહિલાને ગીતાબેન ધીરૂભાઇ ખસીયા રે. સુગાડા તેમજ ધીરૂ ભોળા ખસીયા, જશા ભુરા ખસીયા, જીણા મેધા સરવૈયા, ભીખુ રૂખડ, જયદીપ લાખા ખસીયાએ ગાળો બોલી હડધુત કર્યા અગે એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયે આ કેસ ઉનાની સેસન્સ કોર્ટમા ચાલી જતા ઉપરોક્ત આરોપી સામે પુરાવા અને સાક્ષીના નિવેદનો સરકારી વકીલની દલીલને કોર્ટએ માન્ય રાખી તા.૨૫/૧૧/૨૦૧૦ની ઘટનાના ગુનામા કેસ સાબીત થતા ઉના કોર્ટએ આરોપી મહિલા ગીતાબેન ધીરૂભાઇને આઇપીસી કલમ ૩૨૩ના ગુનામા : ૬ માસની કેદ અને રૂા.૫૦૦નો દંડ તથા ૫૦૪ના ગુનામા ૧ વર્ષની કેદ ૧ હજારનો દંડ એક્ટ્રોસીટી એક્ટની કલમ ૩(૧)(૫)ના ગુનામા ૨ વર્ષ ૬ માસની કેદ અને ૧ હજારનો દંડ ફટકારેલ છે.
જ્યારે અન્ય આરોપી ધીરૂ ભોળા ખસીયા, જશા ભુરા ખસીયા, જીણા મેધા સરવૈયા, ભીખુ રૂખડ, જયદીપ લાખા ખસીયાને આઇપીસી કલમ ૧૪૭ના ગુનામાં ૧ વર્ષની કેદ રૂા.૧ હજાર દંડ તથા આઇપીસી કલમ ૩૨૩ ૭(એ) ૧૪૯ના ગુનામા ૬ માસની કેદ રૂા.૫૦૦ દંડ કરેલ છે.