કોડીનાર,તા.૧૪
ગત તા.૨૪ માર્ચના દેશ વ્યાપી લોકડાઉન ના કારણે કોડીનારમાં ફિશ માર્કેટ સહિતના નોનવેજના તમામ પ્રકારના વેપાર બંધ થયા બાદ આજે કોડીનારના તંત્ર દ્વારા કોડીનાર શહેરમાં શરતી ધોરણે ફિશ મચ્છી વેચાણ કરવા માટે પરવાનગી આપી મોટાપીરની દરગાહ ગ્રાઉન્ડમાં વૈકપ્લિક જગ્યા ફાળવી હતી. આ અંગેની વિગત મુજબ ગુજરાત સરકારે દરિયાઇ માછીમારી વ્યવસાય ચાલુ કરવા અને તેના વેચાણ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરી આપવાની ગાઈડ લાઇન જારી કરતા માછીમારી વ્યવસાય શરૂ કરવા માટે કોડીનારના મામલતદાર સંજય અસવાર, પી.આઈ. જી.કે. ભરવાડ, ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ હરીભાઈ વિઠ્ઠલાણી, નગરપાલિકા પ્રમુખ હાજી રફીકભાઈ જુણેજા, પાલિકા ચીફ ઓફિસર પુજારા વગેરે બધી સંસ્થાના પદાધિકારીઓએ બેઠક કરી ફિશ માર્કેટની જગ્યા નાની પડતી હોવાના કારણે સોશ્યલ ડિસ્ટનિગ જાળવવું મુશ્કેલ હોય બીજી કોઈ વૈકલ્પિક જગ્યા અંગે ચર્ચા કરી કોડીનાર મોટાપીરનું દરગાહ ગ્રાઉન્ડ ફિશ માર્કેટ માટે ફાળવવા કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ ભીખુમીયા બાપુ કાદરી અને મોટાપીર દરગાહ વહીવટ કમિટીના પ્રમુખ સૈયદ જીલાનીબાપુ કાદરીને વિનંતી કરતા જીલાનીબાપુએ તંત્રની વિનંતીને માન આપી દરગાહનો વિશાળ ગ્રાઉન્ડ ફિશ માર્કેટ માટે ફાળવી આપતા તંત્ર એ માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા વેચાણ કરતાં વેપારીઓ લોકોને તા.૧૫/૪/૨૦ સવારે ૯થી ૧ વાગ્યા સુધી નવી વ્યવસ્થા મુજબ સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવી તંત્ર દ્વારા કરાયેલા સોશ્યલ ડિસ્ટનસિંગના કુંડાળામાં જ રહી ફરજીયાત માસ્ક પહેરવા તાકીદ કરી મચ્છી વેચાણ કરવા મંજૂરી આપી હતી.