કોડીનાર, તા.૫
કોડીનાર સૈયદ બહેરૂની સમાજના અગ્રણી આગેવાન અને ‘ગુજરાત ટુડે’ના પ્રખર હિતેચ્છુ સૈયદ અકબરબાપુ હાજી બાપુમિયાબાપુ બહેરૂની (ઉ.વ.૫૮)નું આજે ટૂંકી માંદગી બાદ અવસાન થતાં કોડીનાર મુસ્લિમ સમાજે એક લોકસેવક ગુમાવતા ભારે આઘાતની લાગણી જન્મી છે.
કોડીનાર મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાન અને હિન્દુ-મુસ્લિમ બંન્ને સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા અને ‘ગુજરાત ટુડે’ના શુભચિંતક સૈયદ અકબરબાપુ હાજી બાપુમિયાં બેહરૂનીએ કોડીનારમાં ‘ગુજરાત ટુડે’ વાંચો અને વંચાઓની ઝુંબેશમાં શહેરમાં અનેકો વખત દરેક દુકાન-દુકાને ફરી ગુજરાત ટુડેના ગ્રાહકો વધારવા અથાગ પ્રયત્નો કર્યા હતા. સૈયદ અકબરબાપુ આજે જન્નતનશીન થતા બપોરે ૨ઃ૩૦ કલાકે નીકળેલા તેમના જનાઝામાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઝિયારત તા.૭/૧/૨૧ના ગુરૂવારે સવારે ૧૦ કલાકે કાઝીયા મસ્જિદ કોડીનાર ખાતે રાખવામાં આવેલ છે.