કોડીનાર, તા.ર૧
ત્રણ-ત્રણ લોકડાઉન દરમ્યાન કાળા બજારમાં લૂંટાયેલા પાન-માવાના વ્યસનીઓને ગુજરાત સરકારે ચોથા લોકડાઉનમાં પાન-માવાની દુકાનો ખોલવાની મંજૂરી આપતા જ કોડીનાર બજારમાં પાન-માવાના વ્યસનીઓના ટોળા ઉમટી પડ્યા હતા. સરકારના સોશિયલ ડિસ્ટન્સ સહિત તમામ કાયદાઓના ધજાગરા ઉડ્યા હતા. આમ મેઈન બજારમાં એક હજાર ઉપરાંત લોકોની ભીડ થઈ જતા પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસે તેને દુકાન બંધ કરવા સૂચના આપી ટોળાને ભગાડ્યા હતા.