કોડીનાર, તા.ર૩
કોડીનાર પંથકમાં આજે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ અચાનક ભારે ગાજવીજ સાથે વરસાદ પડવો ચાલુ થયેલ છે. પોણા કલાકમાં ૬૪ મી.મી. એટલે કે, અઢી ઈંચ જેવો વરસાદ પડી ગયો છે મોસમનો કુલ રરર મી.મી. વરસાદ નોંધાયો છે. હજુ પણ સખત બફારો અને ગરમી પડી રહી છે ત્યારે આ વરસાદથી મુરઝાતી મોલાતને ફાયદો થયો છે જો કે, કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન સીંગવડા ડેમના ઉપરવાસમાં અપુરતા વરસાદથી ૧૦ મીટરની સપાટી ધરાવતા આ ડેમમાં હાલ ૮.૮૦ મીટર પાણી છે ત્યારે જંગલ વિસ્તારમાં વરસાદ પડે તો ડેમ ભરાય ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ નોંધનીય વરસાદ પડ્યાના અહેવાલ મળે છે.