કોડીનાર, તા.૨૭
કોડીનાર પોલીસ સ્ટેશનમાં આજે આગામી ઈદ-ઉલ-અઝહા-જન્માષ્ટમી વગેરે તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારના પી.આઈ. જી.કે.ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયેલી શાંતિ સમિતિની મીટીંગમાં આગામી બકરા ઈદ-રક્ષાબંધન-જન્માષ્ટમીના તહેવારો કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવવા ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મીટિંગમાં નગરપાલિકા પ્રમુખ હાજી રફીકભાઈ જુણેજા, ઉપપ્રમુખ સૂભાસભાઈ ડોડિયા, રમેશભાઈ બજાજ, નરેશભાઈ ડાભી, રઉફભાઈ કચ્છી, બસીરભાઈ શેખ, એડવોકેટ કૌશિકભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ બાભણિયા, પત્રકાર મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.