કોડીનાર,તા.૧પ
ગુજરાત સરકારે તાજેતરમાં કરેલા ઠરાવો અને નિયમ મુજબ ૧પ ઓકટોબર અને ડિસેમ્બર ર૦ર૦માં થયેલા માવઠાના કારણે કોડીનાર તાલુકાના ખેડૂતોને થયેલા પાકમાં નુકસાન અને પાક વીમો મળવા માટે આણંદપુરના ખેડૂત અગ્રણી રામસિંહ નારણભાઈ ડોડીયા સહિતના ખેડૂતોએ આજરોજ રાજયના કૃષિમંત્રીને સંબોધન કરતું એક આવેદન પત્ર કોડીનાર મામલતદારને માફરત મોકલી આપેલ છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોડીનાર તાલુકામાં ચાલુ સાલે થયેલા વધુ પડતા વરસાદથી ૭૦ ટકા પાક નિષ્ફળ ગયો છે. તાલુકાના આણંદપુર, પેઢાવાડા, નવાગામ અરણેજ, ક્રાચરિયા, સીંધાજ, મીરદેવાળી, ઘાંટવડ, નગરડલા અરીઠિયા, મોરવડ, આલીદર, વિઠલપુર, છાછર, દેવલપુર સહિતના ગામોમાં તા.૧પ ઓકટોબર પછી ૩થી ૬ ઈંચ સુધીનો વરસાદ થતા મગફળી, બાજરી, સોયાબીન સહિતના પાકમાં ખૂબ જ નુકસાન થયું છે.