(સંવાદદાતા દ્વારા)
કોડીનાર,તા.૧પ
કોડીનાર તાલુકાના વેલણ ગામથી માઢવાડ બંદરને જોડતો સ્ટેટ હાઈવેનો એપ્રોચ રોડનો ખાડી ઉપરનો પુલ આજે સવારે નવેક વાગ્યાના સુમારે વચ્ચેથી ધડાકાભેર તૂટીને બેસી જતા રોડ બેભાગમાં વહેંચાઈ ગયો હતો અને વેલણ માઢવાડ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સદભાગ્યે પુલ ઉપરનો રોડ તૂટી જવાની ઘટના બની ત્યારે કોઈ વાહન પસાર થતું ન હોઈ કોઈ જાનહાનિની ઘટના બની નથી. બનાવની જાણ સ્ટેટ હાઈવેના ના.કા.ઈ. આસુતોષ પટેલને જાણ થતા તેઓ તુરત જ ઘટનાસ્થળે જઈ તાત્કાલિક સર્વે કામ હાથ ધરી હાલ તુરત બે મોટા ભૂંગળા નખાવી વાહન વ્યવહાર પૂર્વવત થાય તેવા પ્રયત્નોમાં લાગી ગયા છે. ત્યારે આ પુલ બન્યો ત્યારે તેમાં લોટ-પાણી ને લાકડા જેવું કામ થયાનું નકારી શકાતું નથી. કારણ કે તૂટેલા રોડમાં કયાંય સિમેન્ટ-કાંકરી-લોખંડ પુરતા પ્રમાણમાં દેખાતા નથી.
Recent Comments