(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.૬
કોડીનાર તાલુકામાં આજે સતત ચોથા દિવસે પણ મેઘરાજા એ ધમાકેદાર બેટીંગ કરતાં કોડીનાર શહેરમાં તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. કોડીનાર તાલુકાના ગીર જંગલના નજીકના ગ્રામ્ય વિસ્તારો, ઘાટવડ, જામવાળા, છાછર, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાલા, ગીર દેવળી, વાલાદર, સાંઢણીધાર, અરણેજ, ફાચારિયા, પેઢાવાળા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧થી ૩ જેટલો વરસાદ પડ્યો હોવાના એહવાલો મળી રહ્યા છે. જ્યારે કોડીનાર તાલુકાનાં જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં આજે વધુ ૧ ઇંચ વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ ૪૫૦ મી.મી. નોંધાયો છે, જ્યારે કોડીનારમાં આજના ૭૦ મી.મી.વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ ૪૯૦ મી.મી.નોંધાયો છે.