કોડીનાર,તા.ર૪
કોડીનારના આરટીઆઈ કાર્યકર્તા મહેશભાઈ મકવાણાએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ભાવનગરને એક પત્ર પાઠવી કોડીનાર નગરપાલિકાના સદસ્ય અને ઉપપ્રમુખ પ્રતાપભાઈ ઉર્ફે શિવા સોલંકીનું સભ્યપદ રદ કરવા માંગણી કરી છે.પત્રમાં મહેશભાઈ મકવાણાએ જણાવ્યું છે કે, શિવા સોલંકીને આરટીઆઈ એક્ટિવિસ્ટ અમીત જેઠવાના ખૂન કેસમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટે. ફર્સ્ટ ગુના રજી.નં.૧૬૩/૧૦ તા.ર૦/૭/૧૦થી નોંધાયેલા કેસમાં સીબીઆઈ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦ર સાથે કલમ ૧ર૦ બી મુજબ તકસીરવાન ઠરાવી આજીવન કેદ સજા તથા રૂા.૧પ લાખનો દંડ કરેલ છે. જેથી હાલ શિવા સોલંકી સાબરમતી જેલમાં છે ત્યારે સુપ્રીમકોર્ટની ગાઈડ લાઈન તથા સરકારના વખતોવખતના પરિપત્રો તથા મ્યુનિસિપલ એક્ટની જોગવાઈ મુજબ તેમનું કોડીનાર નગરપાલિકાના સભ્ય તરીકેનું પદ રદ કરવા રજૂઆત કરી છે.