કોડીનાર, તા.ર
એટ્રોસિટી એકટ કાયદામાં સર્વોચ્ચ અદાલતે કરેલ ફેરફારનો વિરોધ કરવા માટે એસ.સી., એસ.ટી. સમાજ દ્વારા આજે ભારત બંધના અપાયેલા એલાન મુજબ કોડીનાર શહેરમાં પણ દલિત સમાજ અને ભીમસેના દ્વારા બંધ રાખવાના મુદ્દે ચકમક ઝરતા અને ગામ બંધ કરાવવાના સમયે અમુક ટીખળખોરોએ અને ગામ બંધ કરાવવાના સમયે અમુક ટીખળખોરોએ શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી પથ્થરમારો કર્યો હોવાની ચર્ચા ફેલાઈ હતી. ભીમસુમા દ્વારા વેપારીઓને બંધ અંગે કોઈ આગોતરી જાણ કરાઈ ન હોય. બજારો ખુલતા અમુક લોકો ગામ બંધ કરાવવા જતા થોડીવાર ચકમક ઝરી હોવાના અહેવાલો બાદ દલિત અગ્રણીઓએ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઈ વિઠલાણીને મળી બંધ માટે ટેકો માંગતા ચેમ્બર્સ પ્રમુખ દ્વારા તેઓની લાગણીને માન આપી બપોરે ૧ કલાક સુધી બંધનું એલાન કરતાં કોડીનારના બજારો ૧ વાગ્યા સુધી બંધ રહ્યા હતા. કોડીનારમાં બંધ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ ચેમ્બર્સ પ્રમુખ હરીભાઈ વિઠલાણીએ કોડીનાર શહેરની એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે શાંતિ જાળવવા તમામ લોકોને અપીલ કરી, બંધમાં સહભાગી થવાની અપીલ કરી હતી.
આ તમામ ઘટનાઓ વચ્ચે કોડીનાર ભીમસેના દ્વારા રેલી યોજી કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી કાયદાના દૂરઉપયોગના નામે એટ્રોસિટી એકટમાં ફેરબદલ કરવાના ચુકાદાનો વિરોધ કરવા આવેદનપત્રમાં માગણી કરી છે.