(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૫
ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્ર સાથે વિવાદમાં હાઈલાઈટ થયેલી લેડી કોન્સ્ટેબલે આજે વધુ એક સનસનીખેજ દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે. ૫૦ લાખમાં પતાવટ નહીં કરે તો જાનથી મારી નાંખવાની કોઈએ તેને ધમકી આપી છે. આરોગ્યમંત્રીના પુત્ર સાથે વિવાદમાં રહેલી સુનિતા યાદવ જણાવ્યું કે, ‘મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને મામલો રફેદફે કરવા માટે ૫૦ લાખ રૂપિયાની ઓફર પણ કરવામાં આવી રહી છે.’ વાતનું વતેસર કરનાર સુનિતા ખાનગી કારમાં પોલીસની પ્લેટ લગાવી ફરતી હોવાથી મોટાભાગના લોકો તિરસ્કારની નજરે જોઈ રહ્યા છે. સુનિતાએ જણાવ્યું હતું કે, ‘આ તો માત્ર ૧૦ ટકા જ પિક્ચર છે ૯૦ ટકા પિક્ચર તો હજુ બાકી છે હું હજી આખી પિક્ચર બતાવીશ. મારૂ રાજીનામું કમિશનર મળ્યા નહિ એટલે રાજીનામું આપવાનું બાકી છે.’