(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
કોરોના વાયરસનો કોપ રાજ્યભરમાં જારી રહેતા અનલોક-૧ શરૂ થવા છતાં લોકોમાં કોરોનાનો ભય હજુ જોવા મળી રહ્યો છે. છેલ્લા પંદરેક દિવસથી કોરોના પોઝિટિવ કેસ અને તેમાં મૃત્યુના દર ઉછાળા સાથે બહાર આવી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી તો વિસ્ફોટક રીતે ૪૦૦ ઉપર કેસો બહાર આવી રહ્યા છે. જેમાં આજે તો વધુ વિસ્ફોટક ઉછાળારૂપ ૪૮પ કેસ બહાર આવ્યા છે તો કોરોનામાં મૃત્યુ પણ વધી જતાં ર૪ કલાકમાં વધુ ૩૦ વ્યક્તિઓના દુઃખદ અવસાન થવા પામ્યા છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી કોરોનામાંથી સાજા થવાના કેસોમાં ભારે ઉછાળા બાદ આજે તેના પ્રમાણમાં બહુ ઓછા ૩૧૮ દર્દીઓ સાજા થવા પામેલ છે. રાજ્યમાં કોરોનાને નાથવાના સરકારી તંત્રના પ્રયાસો વચ્ચે તે કાબૂમાં આવી શકયો નથી અને વધુને વધુ તેનો કોપ જારી રહ્યો છે. છેલ્લા ૪ ચાર દિવસથી કોરોના પોઝિટિવના કેસોમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં આજે તો વિસ્ફોટક રીતે કેસો પાંચસોની નજીક પહોંચી જવા પામ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં નવા ૪૮પ કેસ રાજ્યમાં બહાર આવતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંક ૧૮૧૧૭ પર પહોચી જવા પામ્યો છે. આજના કેસોમાં પણ ટોપ પરના અમદાવાદમાં ર૯૦ કેસ બહાર આવ્યા છે તે પછી બીજા ક્રમે સુરતમાં ૭૭ કેસ, વડોદરામાં ૪૪, ગાંધીનગરમાં ૩૯, બનાસકાંઠામાં ૧૦, ખેડા-પાટણમાં પ-પ કેસ તથા મહેસાણા-ભાવનગરમાં ૪, ભરૂચ-પંચમહાલમાં ૩-૩ અને રાજકોટ-અરવલ્લી-નવસારીમાં ર-ર તેમજ અન્ય પાંચ જિલ્લામાં ૧-૧ કેસ નોંધાવવા પામેલ છે. અમદાવાદમાં આજના નવા ર૯૦ કેસને પગલે કોરોના પોઝિટિવ કેસોનો આંક ૧૩૦૬૩ થયો છે. રાજ્યમાં કોરોનાના કહેરમાં રોજેરોજ લોકો ભોગ બની રહ્યા છે અને તેનો દર પણ છેલ્લા ૧૦-૧પ દિવસમાં વધુ જોવા મળી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ૩૦ વ્યક્તિઓનો કોરોનાએ ભોગ લીધો છે જેમાં અમદાવાદમાં જ રર વ્યક્તિઓના જીવ ગયા છે તો વડોદરામાં ૩, સુરતમાં ર તથા ભાવનગર-કચ્છ અને નવસારીમાં ૧-૧ વ્યક્તિઓના મૃત્યુ થવા પામેલ છે. રાજ્યમાં કોરોનાને લીધે કુલ ૧૧રર વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે તો અમદાવાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૯૧૦ પર પહોંચ્યો છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા સપ્તાહ કરતાં વધુ સમય સુધી કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ગતરોજ તો રેકર્ડબ્રેક ૧૧૧૪ દર્દી સાજા થયા હતા જેમાં આજે સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. ર૪ કલાકમાં ૩૧૮ દર્દીઓ સાજા થઈને ઘરે જવામાં સફળ થયા હતા જેમાં અમદાવાદમાં ર૦પ, વડોદરામાં ૪૩, સુરતમાં ૩૧, બનાસકાંઠા-ગાંધીનગરમાં ૮-૮, ગીર-સોમનાથમાં ૬, જામનગરમાં પ, સાબરકાંઠા-સુરેન્દ્રનગરમાં ૩-૩, પોરબંદર-વલસાડમાં ર-ર અને જૂનાગઢ-નવસારીમાં ૧-૧ દર્દી સાજા થવા પામેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧રર૧ર દર્દી કોરોનામુક્ત થયા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર છેલ્લા સપ્તાહના ઉછાળાને પરિણામે ૬૭.૪૦ ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાંના કુલ કોરોના પોઝિટિવ કેસો પૈકી ૬૪ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે ૪૭૧૯ દર્દીઓની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ર,૩ર,૮૩૩ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ર,રપ,૩૦૪ને હોમ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવેલ છે.

રાજ્યમાં કોરોનાના નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ ૨૯૦
સુરત ૭૭
વડોદરા ૩૪
ગાંધીનગર ૩૯
બનાસકાંઠા ૧૦
ખેડા ૦૫
પાટણ ૦૫
ભાવનગર ૦૪
મહેસાણા ૦૪
પંચમહાલ ૦૩
જિલ્લો કેસ
ભરૂચ ૦૩
રાજકોટ ૦૨
અરવલ્લી ૦૨
નવસારી ૦૨
આણંદ ૦૧
સાબરકાંઠા ૦૧
દાહોદ ૦૧
જૂનાગઢ ૦૧
સુરેન્દ્રનગર ૦૧
કુલ ૪૮૫