નવી દિલ્હી, તા.૧૪
કોમનવેલ્થ ગેમ્સમાં શનિવારે રમતના ૧૦માં દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ૮ ગોલ્ડ સહિત ૧૬ મેડલ જીત્યા છે. ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ વુમેન્સ સિંગલ્સનું ટાઈટલ જીતી ભારત માટે ર૪મો ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે બોકસર વિકાસ કૃષ્ણને બોક્સિંગમાં સુવર્ણચંદ્રક જીતી ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા રપ કરી દીધી. બોક્સિંગમાં એમસી મૈરીકોમ, ગૌરવ સોલંકી, શુટીંગમાં સંજીવ રાજપૂત અને ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો. કુશ્તીમાં ભારતના સુમિત (૧રપ કિલો)એ કોમનવેલ્થ ગેમ્સમા પુરૂષોની ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં વોક ઓવર મળ્યા બાદ ગોલ્ડ મેડલ જીત્યો. પહેલવાન વિનેશ ફોગટે મહિલાઓની પ૦ કિલો ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. બોક્સિંગમાં મેરીકોમે નોર્ધન આયર્લેન્ડની ક્રિસ્ટીના ઓહારાને હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. મેરી પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહી છે. જ્યારે પર કિલો કેટેગરીમાં ગૌરવે નોર્ધન આયર્લેન્ડના બ્રેડન ઈર્વિનને ૪-૧થી હરાવ્યો. શૂટર સંજીવ રાજપૂતે પ૦ મીટર રાઈફલ થ્રી પોઝીસન્સમાં મેડલ જીત્યો નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો. તેણે ફાઈનલમાં સત્રનું સર્વશ્રેષ્ઠ ૮૬.૪૭ મીટરનો થ્રો ફેંક્યો.

૧૦મા દિવસે ભારતના મેડલ વિજેતા
ગોલ્ડ મેડલ
મેરી કોમ-બોક્સિંગ ૪પ-૪૮ કિલો કેટેગરી
સંજીવ રાજપૂત-શૂટીંગ પ૦ મીટર રાઈફલ
ગૌરવ સોલંકી-બોક્સિંગ પર કિલો કેટેગરી
સુમીત મલિક- રેસલીંગ ૧રપ કિલો ફ્રી સ્ટાઈલ
નીરજ ચોપરા-એથલેટીક્સ જાવેલન થ્રો
વિનેશ ફોગટ-રેસલીંગ પ૦ કિલો ફ્રી સ્ટાઈલ
મનિકા બત્રા-ટેબલટેનિસ મહિલા સીંગલ
વિકાસ-બોક્સિંગ મેન્શ ૭પ કિલો
સિલ્વર મેડલ
અમીત-બોક્સિંગ- ૪૯ કિલો કેટેગરી
મનીષ કૌશિક-બોક્સિંગ ૬૦ કિલો કેટેટરી
દીપિકા પલ્લીકલ અને સૌરવ ગોપાલ-સ્કવોશ-મીક્સ ડબલ્સ
બ્રોન્ઝ મેડલ
સાક્ષી માલિક-રેસીલીંગ ૬ર કે.જી.
સોમવીર-રેસલીંગ ૮૬ કે.જી. ફ્રી સ્ટાઈલ
અશ્વિની પોનપ્પા અને રેડ્ડી- બેડમિન્ટન-મહિલા ડબલ્સ
હરમીત દેસાઈ અને સુનીલ શેટ્ટી-ટેબલ ટેનિસ-મેન્સ ડબલ્સ