ગોલ્ડ કોસ્ટ, તા.પ
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ૪૮ કિલોગ્રામ વર્ગમાં ચાનુએ અ મેડલ દેશના નામે કર્યો. ચાનુએ સ્મેચમાં (૮૦ કિલો, ૮૪ કિલો, ૮૬ કિલો)નું વજન ઉઠાવ્યું જ્યારે ક્લિન એન્ડ જર્કમાં ૧૧૦ સ્કોર કરતા કુલ ૧૯૬ સ્કોરની સાથે ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે જ તેણે સ્મેચ અને ક્લિન એન્ડ જર્કમાં કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
આ પહેલા વેઈટલીફટર પી.ગુરૂરાજાએ ર૧મી કોમનવેલ્થ ગેમ્સના પ્રથમ દિવસે જ પુરૂષોના પ૬ કિલો વર્ગમાં રજત ચંદ્રક જીતી ભારતનું મેડલ ટેલીમાં ખાતું ખોલાવ્યું.
રપ વર્ષીય ગુરૂરાજાએ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનું પુનરાવર્તન કરતા ર૪૯ કિલો (૧૧૧ અને ૧૩૮) વજન ઉઠાવ્યું. મલેશિયાના ત્રણ વખતના ચેમ્પિયન મોહમ્મદ ઈઝહાર અહેમદે ગેમ્સનો નવો રેકોર્ડ બનાવતા ર૬૧ કિલો (૧૧૭ અને ૧૪૪) વજન ઉઠાવી સુવર્ણચંદ્રક જીત્યો.