હૈદરાબાદ, તા. ૫
કોમવાદી તત્વો દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓને ગાય, મંદિર અને લવ જિહાદન નામે મોટાભાગના મુસ્લિમોને નિશાન બનાવી રહ્યા છે. પ્રાચીન ભારતમાં હિંદુ ધર્મમાં ઉચ્ચ વર્ગના લોકો ગાયની બલિ આપતા હતા અને ભોજનમાં ગૌમાંસનો ઉપયોગ કરતા હતા. પરંતુ ગૌતમ બુદ્ધે તેનો વિરોધ કર્યો હતો અને ગાયની બલિ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ગાય, મંદિર અને લવ જિહાદના નામે ધ્રુવિકરણ મુસ્લિમો વિરૂદ્ધ છે તે દેખીતી રીતે સમજાય છે. પરંતુ ખરો એજન્ડા તમામ પછાત વર્ગો વિરૂદ્ધ છે જે પોતાના સમુદાયને સમાજમાં સમાનતા પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તમામ ફાસિસ્ટ દળોને ગાય પ્રત્યે સહાનુભૂતિ છે તો તેને માર્ગોપર પ્લાસ્ટિક ખાવા માટે કેમ છોડી દેવાઇ છે તેમણે પહેલા ગાયોને પહેલા શરણ અને ચારો આપવાની જરૂર છે જેના કારણે તેમના મોત અટકાવી શકાય.
આ વિચારોને પ્રસિદ્ધ સામાજિક કાર્યકર અને બૌદ્ધિક પ્રોફેસર રામ પુનિયાનીએ બગલિંગપાલીમાં સુંદરના વિગ્નના કેંડ્રમમાં વ્યક્ત કર્યા છે. તેઓ વર્તમાન પરિદૃશ્યમાં સામાજિક અને લોકતાંત્રિક અધિકારોના સંરક્ષણ નામની એક બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. આપ્રસંગે ઝહીરૂદ્દીન અલીખાન, પ્રો. પીએલ વિશ્વેવર રાવ, માજિદુલ્લાહ ખાન ફરહત, પ્રો. કાંચા ઇલૈયાહ, શાહબાઝઅલી ખાન હાજર હતા. પ્રોફેસર પુનિયાનીએ જણાવ્યં હતું કે, અન્ય મુદ્દો મંદિર-મસ્જિદનો છે જેમાં ફાસિસ્ટ દળો દલિતો અને મુસ્લિનો એકબીજા વિરૂદ્ધ લાવી રહ્યા છે. ફાસિસ્ટ દળો સમાજનું ધૃવિકરણ કરવા માટે વિશ્વાસ અને ભાવનાઓ સાથે આને જોડીને મસ્જિદ-મંદિર મુદ્દાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે હાદિયા મુદ્દે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ૨૪ વર્ષની યુવતીને પોતાના અધિકાર આપવામાં આવતા નથી. તેમણેે એક મુસ્લિમ શાસકને અશિક્ષિત, અસભ્ય અને માંસ ખાનાર તરીકે ચિત્રણ કરવા માટે ફિલ્મ પદ્માવતીના નિર્દેશનની પણ નિંદા કરી હતી.
સિયાસતના સંપાદક ઝહીરઅલીખાને કહ્યું કે, સુવ્યવસ્થિત યોજનામાં ભાજપના હાથા બની ગયેલા દેવગૌડાને કર્ણાટકના પ્રસ્તાવિત પ્રસ્તાવો માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે ખુલાસો કર્યો કે વિશ્વસનીય સૂત્રો અનુસાર દેવગૌડાના મોટા પ્રમાણમાં નાણા અપાયા છે ધર્મનિરપેક્ષતાન નામે અભિયાન ચલાવી ૬૦ મુસ્લિમોને પરાજિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યુ કે ભાજપે કર્ણાટકમાં પ્રવેશ કરીને દક્ષિણ ભારતમાં સરસાઇ મેળવવાનું સપનું જોયું છે અને આપણા જ નેતાઓએ તેને તેના સપના પુરા કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો છે.