(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
જીવલેણ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અમરોલી વિસ્તારના યુવાને પોતાના ફેસબુક આઇડી પર સર્તક રહે સાવધાન રહે કોરોના વાયરસ કો આપ કપડો સેભી પહેચાન શકતે હૈ નિઝામુદ્દીન લખેલા ફોટો અને અન્ય કોમી ઉશકેરણીજનક મેસેજ મુકી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરતા તેની સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા મનીષ ભાટિયા નામના એક યુવાનના ફેસબુક આઇડી પર ત્રણેક દિવસ અગાઉ ઉમેશ મેર નામના ફેસબુક એકાઉન્ટ ધારકે પોસ્ટ કરી હતી કે સર્તક રહે સાવધાન રહે કોરોના વાયરસ કો આપ કપડો સે બી પહેચાન શકતે હૈ નિઝામુદ્દીન લખેલો ફોટો અને અન્ય કોમી ઉશકેરણીજનક પોસ્ટ અપલોડ કરી હતી. ઉમેશ મેર નામના ફેસબુક એકાઉન્ટ ધારકની પોસ્ટથી કોમી ઉશ્કેરણી થાય તેવી શક્યતા હોવાથી મનિશ ભાટિયાએ આ અંગે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે અમરોલી પોલીસે ફરિયાદ નોંધી કોમી ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર ઉમેશ મેર વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.