(એજન્સી) લખનઉ, તા. ૨૮
બે સંપ્રદાયના વડાઓની અપીલને પગલે લખનઉનાી ટોચની ૧૪ મસ્જિદોએ હોળીના પ્રસંગે જુમ્માની નમાઝનો સમય બદલવાનો નિર્ણય લીધો છે.લખનઉની મસ્જિદોન ઇમામો દ્વારા હોળી મનાવતા લોકો સાથે કોઇપણ પ્રકારની અથડામણને ખાળવા માટે શુક્રવારે જુમ્માની નમાઝનો સમય બદલીને કોમી એખલાસનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય તથા ઇમામ-એ-અલીગઢ મૌલાના ખાલીદ રશીદ ફિરંગી મહલીએ ેસંવેદનશીલ વિસ્તારોમાં આવેલી મસ્જિદોના ઇમામોને શુક્રવારે જુમ્માની નમાઝનો સમય ૩૦ મિનિટ મોડો કરવાની અપીલ કરી સમાજમાં કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.મૌલાના ફિરંગી મહલીએ કહ્યું કે, અમે અહીં ઇદગાહ ખાતે નમાઝનો સમય એક કલાક ફેરવી દીધો છે. હવે જુમ્માની નમાઝ ૧.૪૫ કલાકે થશે. તેમણે કહ્યંુ કે, ભૂતકાળમાં પણ એવું બનેલું છે કે, નમાઝ માટે જતા નમાઝીઓ પર હોળી રમતા લોકો રંગ ફેકતા હતા. અમે મિશ્ર લોકોની વસ્તીના આધારે આ ખાસ નિર્ણય લીધો છે. તેમણે એમ પણ કહ્યું કે, શિયા મૌલાના કલ્બે જવ્વાદ નકવીએ પણ આસિફી મસ્જિદનો સમય ૧૨.૨૦ને બદલે ૧.૦૦ વાગ્યાનો કરવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય વિદેશ બહાર પણ લોકોને સકારાત્મક સંદેશ આપશે અને ભારતમાં કોમી તંગદિલીના માહોલની છાપને દૂર કરશે. હોળીનો સમય જુમ્માની નમાઝને અથડાવાને કારણે હિંદુ સમાજના લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખી હોળી શાંતિપૂર્વક ઉજવાય તે માટે જુમ્માની નમાઝનો સમય બદલવાનો નિર્ણય લીધો છે. મૌલવીઅઓ કોઇપણ પ્રકારની અનિચ્છનીય સ્થિતિને ટાળવા માટે આ દિવસે બંને સમાજના લોકોને સહકાર આપવા અપીલ કરી હતી.