(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૩૦
કોમેડી શોમાં હાલેલુયા શબ્દ પર ફિલ્મી અભિનેત્રીઓએ અભદ્ર ટીપ્પણી કરતાં સમગ્ર દેશનાં ખ્રિસ્તી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરા ખ્રિસ્તી સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી જાહેરમાં માફી માંગવામાં આવે તેમજ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
ખ્રિસ્તી સમાજનાં અગ્રણી એલડીન થોમર્સે જણાવ્યું હતું કે, એક ટીવીના કોમેડી શોમાં ફરાહખાન, રવિના ટંડન તથા કોમેડીયન ભારતીસીંગ સામે ખ્રિસ્તી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. હાલેલુયા શબ્દ પર કોમેડી શોમાં અભદ્ર ટીપ્પણી કરાતા વડોદરા ખ્રિસ્તી સમાજે જાહેરમાં માફી માગવામાં આવે તેવી ફરિયાદ નોંધાવી હતી તે બાદ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વસતા ખ્રિસ્તી ધર્મનાં લોકો આ ટીપ્પણીથી રોષે ભરાયા છે. આજે ખ્રિસ્તી સમાજનાં લોકોએ જિલ્લા કલેકટર કચેરીએ એકત્ર થઇ પોતાની નારાજગી દર્શાવી હતી. દેશના અનેક સ્થળોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે વડોદરામાં ધાર્મિક લાગણી દુર્ભાવાના મુદ્દે ખ્રિસ્તી સમાજે ફરિયાદ પણ નોંધાવી છે. જોકે આ સંદર્ભે કોઇ કઠોળ કે નક્કર કાર્યવાહી કરવામાં ના આવતા આજે ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ટીપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જાહેરમાં માફી માગવામાં આવે તેવી માંગ કરી હતી.
કોમેડી શોમાં ખ્રિસ્તી સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનારાઓ સામે પગલાં લેવા માંગ

Recent Comments