(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
કોરોનાના કહેર અને લોકડાઉનની કેદ વચ્ચે આજથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષે આવતા રમઝાન કરતા આ રમઝાન અલગ એટલા માટે છે કે બજારમાં બિન્દાસ્ત રીતે ખરીદી કરવાની કે મસ્જિદમાં જઈ ઈબાદત કરવાની કે સમૂહમાં ઈફતારી પાર્ટી કરવની છૂટ નથી પરંતુ હકારાત્મક રીતે લઈને તો આવા કપરા સમયે પરિવાર સાથે રહી રોઝા રાખવાની સાથે વધુમાં વધુ ઈબાદત કરવાની તક મળી છે. તેનો સદ્‌ઉપયોગ કરી અલ્લાહ સમક્ષ કરગરી દુઆ માંગી તેને રાજી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે કોરોનાની કોઈ દવા નથી. ડોકટરો માત્ર અંધારામાં તીર મારી રહ્યા છે. ત્યારે કોરોનાની બચવા અલ્લાહ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
દરેક દરેક મુસલમાનોએ ઈમાન રાખે છે કે અલ્લાહ જે કરે છે તે સારૂં જ કરે છે. આથી કોરોનાની મહામારી ભલે આખી દુનિયાને ધમરોળે પરંતુ મુસલમાનો પોતાના ઈમાન પર મજબૂત હશે તો આ મહામારીમાં પણ લોકો હયાત છે. તેમાંથી કોઈએ પણ આ પ્રકારની સ્થિતિ જોઈ કે અનુભવી નહીં હોય. લોકડાઉનમાં ભલે લોકો કહેતા હોય કે ધંધા રોજગાર બંધ છે પરંતુ રોજીનો માલિક અલ્લાહ છે તે સાત પાતાળમાં પણ મખલૂકને રોજી પહોંચાડતો હોય તો તેના પર મજબૂત ઈમાન રાખશો તો કોઈને પણ નિરાશ કરશે નહીં.
હાલ વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારી અલ્લાહની નારાજગીનું જ પરિણામ છે. આથી આ મહામારીથી બચવાનો એક માત્ર ઈલાજ અલ્લાહને રાજી કરવાો એ જ છે અને જો આ બાબતને હકારાત્મક રીતે લઈએ તો લોકડાઉનના સમયમાં આવેલા રમઝાન મુસ્લિમ માટે શ્રેષ્ઠ તક છે. માત્ર રોઝા રાખી ટોપી પહેરી બાઈક પર ખાલી આંટાફેરા મારી શોબાજી કરવા કરતાં ઘરમાં બેસી પાંચ ટાઈમની નમાઝ ઉપરાંત કુર્આને પાકની તિલાવત કરે. ઘરોમાં જ તરાવીહ પઢે. દુરૂદ શરીફ, આયાતે કરીમા કલમા જે યાદ હોય તે તસ્બીહ પઢે ખાસ કરીને તહજ્જુદની નમાઝની પાબંદી કરે અને પાક પરવરદિગાર રબ્બુલ આલમીનની બારગાહમાં આજીજી કરી અશ્રુ બહાવી દુઆ કરે. જો આ લોકડાઉનના સમયમાં તમામ મુસલમાનો આ સોનેરી તકનો લાભ લઈ અલ્લાહને રાજી કરવાનો પ્રયત્ન કરે તો ગમે તેવી મહામારી કે આફતમાંથી આસાનીથી પસાર થઈ જઈશું.