અમદાવાદ,તા.૭
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં કોરોનાના આંકડા કેમ છુપાવાય છે ? તેવા પ્રશ્નના જવાબમાં મને ખબર નથી કહ્યું હતું. જેતે વાકયને સોશિયલ મીડિયામાં સરકારની નીતિ સામે અનેક સવાલો ઉભા કરી દીધા હતા. ટવીટર ઉપર મને ખબર નથી દિવસભર ટ્રેન્ડ થયું હતું. ગુજરાતમાં પ્રથમક્રમે જયારે દેશમાં નવમાં ક્રમે થયેલા ટ્રેન્ડમાં મુખ્યમંત્રી ઉપર બેરોજગારી, ફી માફી, કોરોના, ધમણ સહિતના મુદ્દે મને ખબર નથી તેવા વાકય મુકીને લોકોએ રોષ ઠાલવ્યો હતો. ગુજરાતના આરોગ્ય મંત્રાલય દ્વારા સુરતમાં કોરોના પોઝિટિવ આંકડા છુપાવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસેથી જવાબ મળ્યો કે મને ખબર નથી ? ત્યારે સરકારની પ્રજાના પ્રશ્નો મુદ્દે આંખ આડા કાન કરવાની સામે ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા ટવીટર ઉપર ઈં મને ખબર નથી શરૂ કરાયું હતું. જેને પ્રતિસાદ મળ્યો હતો. રાજયમાં બેરોજગારી, શિક્ષણ, ખેડૂતો, કોરોના, અટકેલી ભરતીઓ, ધમણ સહિતના પ્રજાના મુદ્દે લોકોએ મુખ્યમંત્રીને ટવીટર ઉપર આડે હાથ લીધા હતા. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ઈં મને ખબર નથી કહીને મુખ્યમંત્રીને ટવીટર પર સવાલ કર્યા હતા. • સરકારી ભરતી કયારે થશે ? # મને ખબર નથી. • ફી માફી ? # મને ખબર નથી. • કોરોનાના આંકડામાં ગોટાળા # મને ખબર નથી. • ધમણ વેન્ટીલેરટ કહેવાય ? #મને ખબર નથી.
• તુટેલા પુલ-રસ્તાઓ ? # મને ખબર નથી. • ખેડૂતોની હાલત ? # મને ખબર નથી. • મોંઘવારી ?# મને ખબર નથી.
તો ભાજપ સરકારના મુખ્યમંત્રીને ખબર શું છે. કહીને અમિત ચાવડાએ મુખ્યમંત્રીને આડેહાથ લીધા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ‘મને ખબર નથી’ના જવાબને લઈ લોકો મીમ્સ બનાવી રહ્યા છે જેમાં સરકારી નોકરી, વિકાસ સહિત પ્રજાહિતના પ્રશ્નો પણ પૂછવામાં આવી રહ્યા છે.