અમદાવાદ, તા.૧
કોરોના કહેરથી ગુજરાતમાં વધુ ૨૨ જીદંગીઓ હોમાઈ ગઈ છે, ત્યારે સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની ગઈ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨૬ કેસો નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો ૪૭૨૧ પહોંચી ગયો છે. જ્યારે ૨૨ મોતનાં આંકડા સાથે રાજ્યમાં કુલ ૨૩૬ લોકોનાં અત્યાર સુધી મોત નિપજ્યા છે.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં આજે એક દિવસમાં કોરોનાનાં વધુ ૩૨૬ કેસ નોંધાયા છે અને છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૨૨ લોકોનાં મોત નિપજ્યા છે અને આજના દિવસમાં કુલ ૧૨૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવનો અત્યાર સુધી કુલ આંક ૪૭૨૧ થયો છે. તો અત્યાર સુધી કોરોનાને લીધે ૨૩૬ લોકોનાં મોત નિપજ્યા છે અને અત્યાર સુધી રાજ્યમાં કુલ ૭૩૬ લોકોએ કોરોના સામેની જંગ જીતી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૬ પોઝિટિવ કેસોની વાત કરીએ તો આ વખતે પણ અમદાવાદમાં સૌથી વધારે કેસો જોવા મળ્યો છે. એક દિવસમાં અમદાવાદમાં ૨૬૭ પોઝિટિવ કેસો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો સુરતમાં ૨૬ અને વડોદરામાં ૧૯ કેસો નોંધાયા છે. તો બનાસકાંઠા-બોટાદ-ગાંધીનગર-કચ્છ-પાટણમાં એક-એક કેસ નોંધાયા હતા. જ્યારે મહીસાગરમાં ૬, પંચમહાલમાં ૩ કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક ૪૭૨૧ થયો છે. જેમાંથી ૩૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો ૩૭૧૩ દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે ૭૩૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને રાજ્યમાં કોરોનાને કારણે કુલ ૨૩૬ લોકોનાં મોત નિપજ્યા છે. તો આજનાં ૨૨ લોકોનાં મોતમાંથી ૧૬ મોત તો અમદાવાદમાં જ નિપજ્યા છે. જ્યારે ચાર મોત વડોદરામાં, એક મોત સુરતમાં અને પંચમહાલમાં એકનું મોત નિપજ્યું છે અને જો છેલ્લા ૨૪ કલાકમાં ડિસ્ચાર્જની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં ૮૩ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તો વડોદરામાં ૧૫, સુરતમાં ૧૨, આણંદમાં ૬, સાબરકાંઠામાં ૨, દાહોદ-ગીર સોમનાથ-નવસારી-પાટણમાં એક-એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના ક્યાં કેટલા કેસ ?

જિલ્લો કેસ
અમદાવાદ ૩૨૯૩
વડોદરા ૩૦૮
સુરત ૬૪૪
રાજકોટ ૫૮
ભાવનગર ૪૭
આણંદ ૭૪
ભરૂચ ૨૭
ગાંધીનગર ૪૯
પાટણ ૧૮
પંચમહાલ ૩૭
બનાસકાંઠા ૨૯
નર્મદા ૧૨
છોટાઉદેપુર ૧૩
કચ્છ ૭
મહેસાણા ૧૧
બોટાદ ૨૧
પોરબંદર ૩
દાહોદ ૫
ગીર-સોમનાથ ૩
ખેડા ૬
જામનગર ૧
મોરબી ૧
સાબરકાંઠા ૩
અરવલ્લી ૧૯
મહીસાગર ૧૭
તાપી ૧
વલસાડ ૫
નવસારી ૬
ડાંગ ૨
સુરેન્દ્રનગર ૧
કુલ ૪૭૨૧

છેલ્લા ર૪ કલાકમાં નવા નોંધાયેલા કેસોની વિગત

જિલ્લો કેસ
અમદાવાદ ર૬૭
બનાસકાંઠા ૧
બોટાદ ૧
ગાંધીનગર ૧
કચ્છ ૧
મહિસાગર ૬
પંચમહાલ ૩
પાટણ ૧
સુરત ર૬
વડોદરા ૧૯
કુલ ૩ર૬