(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
રાજ્યમાં કોરોનાનો કહેર ઘટવાને બદલે વધી રહ્યો છે. સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં અનલોક-૧ની છૂટછાટમાં કોરોના વધુ વકરી રહ્યો હોય તેમ કેસના આંકડાઓ પરથી જણાય છે. રાજ્યભરમાં છેલ્લા પંદરેક દિવસથી કોરોનાના બહાર આવી રહેલ વધુ પ્રમાણમાં કેસો તથા કોરોનામાં થઈ રહેલ મૃત્યુનો વધારો ચિંતાજનક સ્થિતિ વધી રહ્યાના નિર્દેશો આપી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ નવા પ૧૦ ઉછાળારૂપ કોરોનાના કેસ બહાર આવવા પામેલ છે તેની સાથે-સાથે બે દિવસ બાદ કોરોનામાં મૃત્યુ પણ વધવા પામ્યા છે. રાજ્યમાં વધુ ૩૧ વ્યક્તિઓ કોરોનાનો ભોગ બનવા પામી છે. જ્યારે કોરોનામાંથી સાજા થવાના મામલામાં થોડાક અંશે સુધારો જોવા મળ્યો છે. ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ ૩૮૯ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થવામાં સફળ રહ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધવા સાથે પોઝિટિવ કેસોમાં થઈ રહેલો ઉછાળો ચિંતાજનક છે. જે આગામી સમયમાં હજુ વધારો નોંધાય તો વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા દશેક દિવસથી તો સતત પ૦૦થી ઉપર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં આજે વધુ નવા પ૧૦ પોઝિટિવ કેસો બહાર આવેલ છે. જે પૈકી સૌથી વધુ અમદાવાદમાં ૩૧૭ કેસ નોંધાયા છે તે પછીના ક્રમે સુરતમાં પણ ઉછાળા સાથે ૮ર કેસ નોંધાયા છે. વડોદરામાં ૪૩, ગાંધીનગરમાં ૧૧, ભરૂચમાં ૯, જામનગરમાં ૭, આણંદમાં ૬, અરવલ્લી-પાટણમાં પ-પ કેસ તથા ભાવનગરમાં ૪ અને બનાસકાંઠા-નવસારીમાં ૩-૩ કેસ તેમજ સાબરકાંઠા-પંચમહાલ-અમરેલીમાં ર-ર કેસ તથા અન્ય સાત જિલ્લામાં ૧-૧ કેસ અને અન્ય રાજ્યમાંના ર કેસ નોંધાવવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક રપ,૬પ૮ પર પહોંચવા પામેલ છે. જ્યારે કોરોનાના હબ એવા અમદાવાદમાં આજના નવા ૩૧૭ કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસ ૧૮ હજારની નજીક એટલે કે ૧૭,૯૪૬ થવા પામેલ છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસો સાથે કોરોના વાયરસને લઈ મૃત્યુનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ૩૧ વ્યક્તિઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે જેમાં એકલા અમદાવાદમાં જ રર વ્યક્તિઓના મૃત્યુ નિપજેલ છે તે પછીના ક્રમે સુરતમાં પણ વધારા સાથે વધુ ૬નાં મોત થયા છે. આ ઉપરાંત પાટણ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં ૧-૧ વ્યક્તિના મૃત્યુ થયાનું નોંધાવવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં કોરોનામાં કુલ ૧પ૯ર વ્યક્તિઓનાં મૃત્યુ થવા પામેલ છે. જ્યારે કોરોના હોટસ્પોટ અમદાવાદમાં આજના મોતના બનાવો સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧ર૭પ થવા પામેલ છે. રાજ્યમાં બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના મામલામાં આંશિક સુધારો જોવા મળેલ છે. છેલ્લા ર૪ કલાક રાજ્યભરમાં વધુ ૩૮૯ દર્દીઓ કોરોનાની સારવાર દરમ્યાન સાજા થવા ઘરે જવામાં સફળ રહ્યા છે જેમાં અમદાવાદમાં ર૮૧ દર્દી, સુરતમાં પ૩, ગાંધીનગરમાં ૧પ, વડોદરામાં ૧૪, આણંદમાં ૭, નવસારી-બનાસકાંઠા-પાટણમાં ૩-૩ દર્દી તથા અરવલ્લી-ખેડા-વલસાડમાં ર-ર દર્દી તેમજ ભાવનગર-દાહોદ-પોરબંદર અને સાબરકાંઠામાં ૧-૧ દર્દી સાજા થવામાં સફળ રહેલ છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ ૧૭,૮ર૯ લોકો કોરોનામુક્ત થવા પામેલ છે. રાજ્યમાં ઉહાપોહ થવા છતાં હજુ પણ કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવેલ નથી જેનો રેશિયો રોજેરોજ ૪થી પ હજાર આસપાસ રહે છે. વચ્ચે ક્યારેક પપ૦૦ની આસપાસ આંકડો પહોંચી જાય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૩.૦૮ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે. રાજ્યમાં નોંધાયેલ કોરોના પોઝિટિવ કુલ કેસો પૈકી ૬ર૩૯ એક્ટિવ કેસમાં ૬૧ દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે. જ્યારે અન્ય ૬૧૭૮ દર્દીઓની સ્થિતિ સ્થિર દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં આજની તારીખે કુલ ર.૧૦ લાખ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું સરકારની યાદી દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસો

જિલ્લો કેસ
અમદાવાદ ૩૧૭
સુરત ૮૨
વડોદરા ૪૩
ગાંધીનગર ૧૧
ભરૂચ ૦૯
જામનગર ૦૭
આણંદ ૦૬
અરવલ્લી ૦૫
પાટણ ૦૫
ભાવનગર ૦૪
બનાસકાંઠા ૦૩
નવસારી ૦૩
સાબરકાંઠા ૦૨
પંચમહાલ ૦૨
અમરેલી ૦૨
રાજકોટ ૦૧
ખેડા ૦૧
બોટાદ ૦૧
સુરેન્દ્રનગર ૦૧
જૂનાગઢ ૦૧
મોરબી ૦૧
અન્ય રાજ્ય ૦૨
કુલ ૫૧૦