કોરોનાના કહેર વચ્ચે સરકારી ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે રાજયમાં યવ્મે આશૂરાની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આ દિવસે તાજિયાના ભવ્ય જુલૂસ કાઢવામાં આવે છે પરંતુ આ વર્ષે પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી જુલૂસ મોકૂફ રાખવામાં આવ્યો હતો. આથી તાજિયાને જે તે વિસ્તારમાં જ રાખવામાં આવ્યા હતા. જયાં અકીદતમંદો જઈ ઝિયારત કરતા હતા. અમદાવાદના રાયખડ ગાયકવાડ હવેલી વિસ્તારમાં જમાલપુર નૂરશાહી મોમીન પંચ દ્વારા બનાવેલા બેનમૂન અને કલાત્મક તાજિયાની તાજિયા કમિટીના ચેરમેન પરવેજ મોમીન સહિતના સભ્યોએ મુલાકાત લીધી હતી.