અમરેલી, તા.૨૬
કોરોના મહામારીમાં ગરીબ અને સામાન્ય પરિવાર રોજીરોટીનાં અભાવે આર્થિક મુશ્કેલીમાં સપડાતા આપઘાતના ંપગલા ભરવા મજબૂર થયાની વધુ એક ઘટનામાં સાવરકુંડલામાં ખાનગી સ્કૂલમાં નોકરી કરતી એક યુવતી લોકડાઉનમાં સ્કૂલ બંધ થઈ જવાના કારણે અને પોતાના પિતાને પણ મજૂરી કામ ચાલતું ન હોવાના કારણે ઘરના ખર્ચાનાં ટેન્શનમાં યુવતીએ ઝેરી દવા પી જઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ લોકડાઉનમાં અનેક પરિવારોનાં આર્થિક પરિસ્થિતિ કથળી ગયેલ છે. જેની અસર હવે સામે આવી રહેલ હોય તેવી ઘટનાઓ ઘટી રહેલ છે. ત્યારે ગીગાસણનાં એક કડીયા કામ કરતાં મજૂરે કામ ધંધા વગર આપઘાત કરી લીધા બાદ આજે સાવરકુંડલામાં મણીનગરમાં રહેતી નિશા અશ્વિનભાઈ ચાવડા (ઉ.વ.૨૨) નામની યુવતી એમ.એલ.શેઠ સ્કૂલમાં નોકરી કરતી હતી. લોકડાઉનનાં કારણે સ્કૂલ બંધ કરી દેવામાં આવેલ હતી. તેમજ યુવતીનાં વૃદ્ધ પિતાને પણ મજૂરીકામ ચાલતું ન હતું. આવી વિક્ટ આર્થિક મુશ્કેલીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનેલું હતું. ઘર ખર્ચની ઉપાધીમાં આર્થિક રીતે કંટાળી જઈ યુવતીએ વહેલી સવારે ઝેરી દવી પી લેતા મોત નિપજ્યું હતું.