(એજન્સી) તા.૧૯
ઓમાનમાં આરોગ્ય અધિકારીઓએ રવિવારે કોરોનાથી ૩૦ લોકોનાં મૃત્યુનું સમર્થન કર્યું છે, જ્યારે લીબિયામાં ર૬ લોકોનાં મૃત્યુનું. એક નિવેદનમાં ઓમાની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, પાછલા ૪૮ કલાકમાં ૧૬પ૭ નવા કેસ આવ્યા છે અને ૧૩૯પ લોકો સ્વસ્થ થયા છે. તેમજ દેશમાં કુલ પીડિતોની સંખ્યા વધીને ૧૦૯૯પ૩ થઈ ગઈ છે અને કુલ ૧૧૦૧ લોકોના મોત થયા છે અને ૯પ,૬ર૪ લોકો સ્વસ્થ થયા છે. લીબિયામાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝનું કન્ટ્રોલે જણાવ્યું કે, પાછલા ર૪ કલાકમાં ૯૪પ કેસ સામે આવ્યા છે અને ૮ર૭ લોકો સ્વસ્થ થયા છે. લીબિયામાં અત્યાર સુધી કુલ ૪૮,૭૯૦ લોકો પીડિત થયા છે જેમાં ૭રપ મૃત્યુ અને ર૬,૮૮૯ લોકો સ્વસ્થ થયા છે.