(એજન્સી) તા.૩
પોલીસે જણાવ્યું કે ઈરાની રાજધાનીમાં લગ્નો અને સંમેલનો પર ત્યાં સુધી પ્રતિબંધ લગાવવામાં આવશે, જ્યાં સુધી કે મધ્ય પૂર્વના સૌથી હિટ રાષ્ટ્ર કોરોનાની ત્રીજી લહેરથી નથી લડતું.
રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ આ દરમ્યાન નવા પ્રતિબંધોની જાહેરાત કરી જે ઈરાનના રપ રાજ્યોમાથી રપમાં ૧૦ દિવસ માટે બુધવારથી અમલમાં આવશે. રવિવારે કોરોનાથી ઈરાનમાં ૪૩૪ લોકોનાં મોત થયા. સમાચાર મુજબ, તહેરાન પોલીસે એક અઠવાડિયા સુધી સલૂન, ટી હાઉસ, સિનેમા, લાઈબ્રેરી અને જીમને બંધ કરી દીધા. પોલીસ અન્ય ઉચ્ચ જોખમવાળા વ્યવસાયો માટે ઓચિંતી મુલાકાત લેશે અને આરોગ્ય ઉલ્લંઘન કરનારાઓને બંધ કરી દેવામાં આવશે. ઉપ આરોગ્ય મંત્રી અલિર્જા રાયસીએ એક ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે રપ રાજ્યો અને ૮૯ દેશોમાં આગામી અઠવાડિયાથી નવા પ્રતિબંધોમાં સ્કૂલ, યુનિ., લાઈબ્રેરી અને મસ્જિદો જેવી સંસ્થાઓને બંધ કરવી સામેલ છે. રૂહાનીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે તે રાજ્યોમાં લગ્નો અને અંતિમ સંસ્કારોનું આયોજન કરતા સમયે સખત આરોગ્ય નિયમોનું પાલન કરવું જોઈએ. ઈરાની અધિકારીઓએ પ્રતિબંધોનું પાલન કરવામાં નિષ્ફળ રહેનારા લોકો પર મામલાઓમાં વૃદ્ધિનો આરોપ લગાવ્યો છે અને રૂહાનીએ જણાવ્યું કે આરોગ્ય પ્રોટોકોલનું અનુપાલન સુનિશ્ચિત કરવા માટે એક સંચાલન ઓફિસની સ્થાપના કરવામાં આવશે.