(એજન્સી) તા.રર
મહારાષ્ટ્ર કેડરના ૧૯૫૩ની સાલના પીઢ અને નિવૃત્ત આઇપીએસ અધિકારી જુલિયસ રિબેરોએ દેશના તમામ આઈપીએસ અધિકારીઓને એક લેખિત પત્ર લખ્યો હતો જેમાં તેમણે વિકાસ દૂબેના એન્કાઉન્ટરને અને તામિલનાડુમાં પિતા-પુત્રના પોલીસ કસ્ટડીમાં થયેલા મોતની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. તે સાથે આ અધિકારીએ તમામ આઇપીએસ અધિકારીઓને જે કિસ્સાઓમાં નકલી એન્કાઉન્ટર થાય છે કે જ્યાં ખૂબ જ હિંસક રીતે પૂછપરછ અને તપાસ કરાય છે એવા કિસ્સાઓમાં ફરી કોઇ બીજો વિકાસ દૂબે બેઠો ન થાય તે માટે અને તેની સામે ખૂબ જ ઝડપથી કોર્ટની કાર્યવાહી શરૂ થાય એવી કોઇ મજબૂત તરકીબ કે વ્યૂહરચના ઘડી કાઢવાની સલાહ પણ આપી હતી.
રિબેરોએ તમામ આઇપીએસ અધિકારીઓને એવી પણ સલાહ આપી હતી કે તેઓએ ગુનેગાર-પોલસ અને રાજકારણીઓ વચ્ચે સર્જાયેલી આખી કડીને તોડી પાડવી જોઇએ. તમે રાજકારણીઓને રોકવા બીજુ કશું તો અવશ્ય ન કરી શકો, પરંતુ તમે તમારા માણસોને ગુનેગારોને સાથ-સહાકર અને ટેકો આપવાથી દૂર રહેવાની ફરજ તો અવશ્ય પાડી જ શકો અને તેમ કરીને તમે આ ત્રણ પગ છરાવતી આકી કડીનો એક પગ જરૂર ભાંગી શકો છો એમ રિબેરોએ કહ્યું હતું.
રિબેરોએ દેશના તમામ આઇપીએસ અધિકારીઓને પોતાના શબ્દોમાં જે પત્ર લખ્યો છે તેના કેટલાંક અંશ આ મુજબ છે. દેશના આઇપીએસ અધિકારીઓના સમુદાયના એક અધિકારી તરીકે તેમને સૌને અપીલ કરુ છું કે કેટલાંક જીવીત આઇપીએસ અધિકારીઓ પૈકી હું પણ ૯૧ વર્ષે જીવીત ભૂતપૂર્વ એક અધિકારી છું. મેં મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબના લોકોની સેવા કરી હતી અને તેઓના અધિકાર મુજબ તેઓને ન્યાય અપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ગુનો અને ગુનેગારની સામે કામ લેવાની જ્યારે વાત હોય ત્યારે કોઇ અસાધારણ પધ્ધતિ કામ લાગે, ત્યાં ત્રાસવાદને અંકુશમાં લેવા જે તરકીબો અને પધ્ધતિઓ અજમાવવામાં આવે છે તેનું પુનરાવર્તન ન કરી શકાય. મોટા મોટા ગેંસસ્ટર અને ગુનેગારો પોલીસ અને રાજકારણીઓને ભરપેટ પૈસા ખવડાવે છે તેથી તેઓની ગેંગ અસ્તિત્વમાં આવે છે. અને ગુનેગાર-પોલીસ અને રાજકારણીઓ વચ્ચેની આ એક એવી સાંકળ છે જે આવા રાક્ષસોને પેદા કરે છે, અ કોઇ સામાન્ય પોલીસ જવાનને ખબર હોય એટલું જ તમે પોતે પણ આ બાબતને જાણતા હોવ છો. હું ફરીથી કહું છું કે હું તમને સલાહ આપી શકું નહીં, પરંતુ એક વાત નિશ્ચિત છે કે રાજકારણીઓને રોકવા તમે બીજું કશું તો ન કરી શકો પરંતુ તમારા માણસોને ગુનેગારોને ટેકો આપવાથી દૂર રહેવાની ફરજ તો જરૂર પાડી શકો, અને એમ કરીને તમે આ ત્રણ પગ ધરાવતી સાંકળનો એક પગ તો અવશ્ય ભાંગી જ શકો છો.