(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
કોરોનાની મહામારી જ્યારથી ગુજરાતમાં આવી છે ત્યારથી તેનું સંક્રમણ ઘટવાનું નામ નથી લેતું. દિવસેને દિવસે વધી રહેલા સંક્રમણને જોતા આગામી સમયમાં કોરોનાને લીધે પરિસ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં સતત પ૦૦થી વધુ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ પર૪ કોરોનાના દર્દીઓ નોંધાયા છે તેની સામે ૪૧૮ દર્દીઓ સાજા થયા છે. જો કે, વધુ ર૮ લોકોને કાળમૂખો કોરોના ભરખી ગયો છે. આમ કોરોનાના કેસો નોંધાવાની ગતિ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેની ગતિ ઉપર બ્રેક વાગશે તો જ સામાન્ય જનજીવન સારી રીતે ચાલશે. જો કે, હાલ તો અનલોક-૧માં છૂટછાટોને લીધે લોકો બિન્દાસ્ત બહાર ફરી રહ્યા છે પરંતુ સાવચેતી રાખવામાં નહીં આવે તો આગામી સમયમાં ફરી લોકડાઉન કરવાની નોબત આવે તો નવાઈ નહીં.પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધારે ૫૨૪ કેસો નોંધાયા છે. જ્યારે ૨૮ લોકોનાં મોત નિપજ્યા છે. અને ૪૧૮ દર્દીઓ છેલ્લા ૨૪ કલાકમાં સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક ૨૪૬૨૮ થયો છે. જ્યારે મોતનો કુલ આંક ૧૫૩૪ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૧૭૦૯૦ થયો છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા હાલ ૬૦૦૪ છે. જેમાં ૬૪ દર્દીઓની હાલત ગંભીર છે અને ૫૯૪૦ દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ ૩૩૨, સુરત ૭૧, વડોદરા ૪૧, ગાંધીનગર, ૨૨, રાજકોટ ૧૦, ભરૂચ ૬, પંચમહાલ ૫, અરવલ્લી ૪, અમરેલી ૪, મહેસાણા ૩, પાટણ ૩, કચ્છ ૩, જામનગર ૩, સુરેન્દ્રનગર ૩, બનાસકાંઠા ૨, સાબરકાંઠા ૨, આણંદ ૨, ખેડા ૨, ભાવનગર ૧, બોટાદ ૧, દેવભૂમિ દ્વારકા ૧, મોરબી ૧, અન્ય રાજ્ય ૨ કેસો નોંધાયા હતા.
આજે રાજ્યમાં ૨૮ વ્યક્તિઓનાં કોરોનાને કારણે મોતને ભેટયા છે જેમાં અમદાવાદમાં-૨૧, સુરત, વડોદરા, સાબરકાંઠામાં ૨-૨, અને પંચમહાલમાં-૧ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૫૩૪ મૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલા કેસો

જિલ્લો કેસ
અમદાવાદ ૩૩૨
સુરત ૭૧
વડોદરા ૪૧
ગાંધીનગર ૨૨
રાજકોટ ૧૦
ભરૂચ ૦૬
પંચમહાલ ૦૫
અરવલ્લી ૦૪
અમરેલી ૦૪
મહેસાણા ૦૩
પાટણ ૦૩
કચ્છ ૦૩
જિલ્લો કેસ
જામનગર ૦૩
સુરેન્દ્રનગર ૦૩
બનાસકાંઠા ૦૨
સાબરકાંઠા ૦૨
આણંદ ૦૨
ખેડા ૦૨
ભાવનગર ૦૧
બોટાદ ૦૧
દેવભૂમિ દ્વારકા ૦૧
મોરબી ૦૧
અન્ય રાજ્યો ૦૨
કુલ ૫૨૪

ર૪ કલાકમાં ડિસ્ચાર્જ થયેલા દર્દી

અમદાવાદ ૨૩૫
વલસાડ ૦૮
ડાંગ ૦૨
અમરેલી ૦૧
જૂનાગઢ ૦૧
સુરત ૮૩
ભરૂચ ૦૪
ગાંધીનગર ૦૨
આણંદ ૦૧
વડોદરા ૬૨
ખેડા ૦૩
પંચમહાલ ૦૨
ભાવનગર ૦૧
સુરેન્દ્રનગર ૦૮
અરવલ્લી ૦૨
પાટણ ૦૨
છોટાઉદેપુર ૦૧