(એજન્સી) મુંબઈ,તા.૧ર
કોરોના વાયરસના કારણે ફેલાયેલા ભય અને વૈશ્વિક શેરબજારોને પગલે ગુરૂવારે બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ (એનએસઈ)માં ર૦૦૮ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
આજે કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ ૨૯૧૯ પોઈન્ટ સુધી ઘટીને ૩૨૭૭૮ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ઈન્ડેક્સ હેવીવેઈટ એચડીએફસી બેંકમાં ૯ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને એચડીએફસીમાં ૭ટકાથી વધુનો ઘટાડો થયો હતો. સેંસેક્સને સૌથી નીચી સપાટીએ લઈ જવામાં રિલાયન્સ અને એચડીએફસી તથા અન્યોની મોટી ભૂમિકા રહી હતી. એસબીઆઈ, એક્સિસ બેંક, આઈટીસી, ઓએનજીસીના શેરમાં ૧૩ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. બ્રોકર નિફ્ટી ઈન્ડેક્સ ૨૬મી માર્ચ ૨૦૧૮ બાદથી પ્રથમ વખત ૧૦ હજારથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. નિફ્ટી કારોબારના અંતે ૮૨૫ પોઈન્ટ ઘટીને ૯૬૩૩ની નીચી સપાટીએ રહ્યો હતો. તેમાં ૭.૮૯ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. તાજેતરમાં ઉંચી સપાટીથી ઈન્ડેક્સ હવે ૨૦ ટકા સુધી ઘટી ગયો છે. તમામ નિફ્ટી સેકટર ઈન્ડેક્સ સેશન દરમિયાન બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. નિફ્ટી-પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં ૧૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ઈન્ટ્રા ડે દરમિયાન ૧૧૦૦ પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો અને અંતે ૭.૭ ટકા ઘટીને ૧૨૩૮૦ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૯ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં આજે ઘટાડાનો દોર યથાવત રીતે જરી રહ્યો છે. એક વખતે સેન્સેક્સમાં ૩૨૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટ ટ્રેસ થવાની અસર તમામ ઉપર થઈ હતી. સોમવારના દિવસે સેંસેક્સમાં તેના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સેંસેક્સના ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો નોંધાવવા માટે વિવિધ પરિબળો જવબાદાર દેખાયા હતા. કોરોના વાયરસના ફેલાવવાને લઇને વધી રહેલી દહેશત તથા ક્રૂડ ઓઇલની કિંમતમાં રેકોર્ડ ઘટાડાના પરિણામ સ્વરુપે શેરબજાર સોમવારના દિવસે પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. સોમવારે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૪૨ પોઇન્ટ ઘટીને ૩૫૬૩૫ની નીચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં પણ આજે ગુરૂવારના દિવસે ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના વાયરસનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે તેની અસર પણ જોવા મળી હતી. સેંસેક્સ ગયા શુક્રવારના દિવસે ૮૯૪ પોઇન્ટ ઘટીને ૩૭૫૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારોમાં પણ આજે અફડાતફડી રહી હતી. કોરોના વાયરસની દહેશત દિનપ્રતિદિન વધી રહી છે. જેથી કારોબારીઓ ભારે દહેશતમાં છે. શેરબજારમાં હાલમાં કોરોના વાયરસની અસર સીધી રીતે જોવા મળી રહી છે. જેના લીધે મુડીરોકાણકારો જંગી નાણાં રોકવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. સ્થિતિમાં સુધારો થાય તેની રાહ જોવાઈ રહી છે. તે પહેલાના શુક્રવારના દિવસે શેરબજારમાં સેંસેક્સે તેના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ઘટાડો કર્યો હતો. એ દિવસે સેંસેક્સમાં ૧૪૪૮ પોઇન્ટનો ઘટાડો થયો હતા. વિદેશી રોકાણકારો હાલમાં વેચવાલીના મુડમાં દેખાઇ રહ્યા છે. આજે સવારના કારોબારમાં તાતા સ્ટીલ, ઓએનજીસી, ટાઇટન તેમજ અન્ય શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. કોરોના વાયરસને સત્તાવાર રીતે વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યા બાદ તમામ દેશો પોતાની રીતે આગળ વધી રહ્યા છે. બેન્ચમાર્ક ડાઉ જોન્સમાં ૧૪૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો થયો છે. જેની અસર વચ્ચે એશિયન બજારમાં પણ જોરદાર નિરાશા રહી હતી. આજે બીએસઈમાં કારોબાર દરમિયાન ૨૨૪૩ શેરમાં મંદી રહી હતી. જ્યારે માત્ર ૨૨૪ શેર તેજીમાં રહ્યા હતા. ૧૦૬ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રેન્ટ ક્રુડની કિંમતમાં ૫.૭૬ ટકાનો ઘટડો બોલાયો હતો. દલાલ સ્ટ્રીમાં ઘટાડો થવા માટે અન્ય પરિબળો જવાબદાર દેખાયા ન હતા. કારોબારીઓના કહેવા મુજબ વિદેશી ફંડ પ્રવાહમાં વેચવાલી જોવા મળી રહી છે. આંકડા દર્શાવે છે કે નેટ આધાર ઉપર વિદેશી રોકાણકારોએ બુધવારના દિવસે ૩૫૧૫.૩૮ કરોડની કિંમતના ઈક્વિટીનું વેચાણ કર્યું હતું.