(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ,તા.ર૮

ગુજરાતમાં કોરોનાનો કહેર અને પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આજે સુરત શહેરમાં સૌથી વધુ ૧૯૯ અને  અમદાવાદ શહેરમાં ૧૪૭ મળી રાજયમાં સૌથી વધુ ૧૧૦૮ કેસો નોંધાયા છે. જયારે તેની સામે ૧૦૩ર દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા  ૭૬ દર્દઓનો તફાવત આવ્યો હતો.  એટલે કે  રાજયમાં વધુ ૭૬ દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરવાની જરૂર ઉભી થઈ હતી. રાજયમાં આજદિન સુધી પ૭૯૮ર કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે તે પૈકી આજના ર૪ મોત મળી કુલ ર૩૭ર દર્દીઓ મોતને ભેટી ચૂકયા છે. જયારે ૪ર૪૧ર દર્દીઓ સાજા થતા  તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એટલે કે હાલ ૧૩૧૯૮ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર  લઈ રહ્યા છે. તે પેકી ૧૩૧૧૧ દર્દીઓ સ્ટેબલ હાલતમાં અને ૮૭ દર્દીઓ વેન્ટીલેટર પર છે.  આજે રાજયમાં ર૪ દર્દીઓ મોતને ભેટયા હતા જે પૈકી સુરત શહેરના  ૭, જિલ્લાના પ, અમદાવાદ શહેરના ૪, ભાવનગર  અને રાજકોટના બબ્બે તથા ગાંધીનગર જામનગર શહેર અને જિલ્લા,  તથા વડોદરાના ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.

આજે રાજયના વિવિધ  શહેર જિલ્લામાં નોંધાયેલા કેસોની વાત  કરીએ તો સુરત શહેરમાં ૧૯૯ અને જિલ્લામાં ૯૪ મળી કુલ ર૯૩, અમદાવાદ શહેરના  ૧૪૭ અને જિલ્લાના ૯ મળી ૧પ૬ વડોદરા શહેરના ૭પ અને જિલ્લાના ૧૬ મળી ૯૧ કેસ, રાજકોટ શહેરના ૪૯ અને જિલ્લાના ૩૦ મળી ૭૯ કેસ, જામનગર શહેરના રર અને જિલ્લાના જ મળી ર૬ કેસ, ભાવનગર શહેરના  ૧૮ અને જિલ્લાના ર૦ મળી ૩૮ કેસ, જૂનાગઢ શહેરના ૧૧ અને જિલ્લાના પ મળી ૧૬ કેસ, ગાંધીનગર શહેરના ૯ અને જિલ્લાના ૩પ મળી ૪૪ કેસ નોંધાયા હતા.

૮, બનાસકાંઠા જિલ્લામાં ૩૪, સુરેન્દ્રનગર ૩ર, અમરેલી ર૬, નવસારી ર૧, મહિસાગર ર૦, ભરૂચ અને પંચમહાલ ૧૯-૧૯, મહેસાણા, પાટણ અને વલસાડમાં ૧૮-૧૮, નર્મદામાં ૧૬, ગીર-સોમનાથ ૧પ, ખેડા ૧૩, આણંદ ૧૧, કચ્છ ૧૦ જ્યારે બાકીના જિલ્લામાં રથી ૯ કેસો નોંધાયા હતા. આ જ રીતે કોરોનાના કારણે વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની સંખ્યા પણ વધતી જાય છે. આજરોજ સુરત શહેરમાંથી ૧૪૬-જિલ્લામાંથી ૧૦ર, અમદાવાદ શહેરમાંથી ૧૪૬ અને જિલ્લામાંથી ર૦, વડોદરા શહેરમાંથી પ૧ અને જિલ્લામાંથી એક પણ નહીં, રાજકોટ શહેરમાંથી ર૯ અને જિલ્લામાંથી ૪ર, જામનગર શહેરમાંથી પ૩ અને જિલ્લામાંથી ૭, ભાવનગર શહેરમાંથી ર૧ અને જિલ્લામાંથી ર૧, જૂનાગઢ શહેરમાંથી ૧૪ અને જિલ્લામાંથી ૧ર તથા ગાંધીનગર શહેરમાંથી ૧૪ તથા જિલ્લામાંથી ૧૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, આમ આજે એક જ દિવસમાં કુલ ૧૦૩ર દર્દીઓને રજા આપવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના દાવા મુજબ આજે રાજ્યમાં રર,ર૪૮ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તે પૈકી ૧૧૦૮ દર્દી પોઝિટિવ આવ્યા હતા. સાથે રાજ્યમાં આજદિન સુધી ૬,૯૦,૦૯ર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની તારીખે કુલ ૪,૭ર,૧૩૬ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તે પૈકી ૪,૭૦,૪૦પ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન છે. જ્યારે ૧૭૩૧ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને લઈ આરોગ્ય વિભાગે અન્ય રાજ્યો સાથે ગુજરાતની સરખામણી કરવાની શરૂઆત કરી છે તે મુજબ આજે ૧ દિવસમાં આવેલા નવા કેસ મામલે ગુજરાતનો ૧૧મો ક્રમ છે પ્રથમ ક્રમે ૭૯ર૭ કેસ સાથે મહારાષ્ટ્ર આવે છે.