ભરૂચ,તા.રપ

હાલમાં પ્રવર્તમાન સમયમાં કોરોનાનો ભારત સહિત વિશ્વના દેશોમાં ફેલાવો તથા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ભરૂચ ખાતે ઈદગાહ ટ્રસ્ટી મંડળની એક મીટિંગ યોજાઈ હતી. જેમાં ૧લી ઓગસ્ટના  રોજ ઉજવવામાં આવનાર  ઈદ-ઉલ-અઝહાના તહેવારને ધ્યાને લઈ પ્રમુખ લાલભાઈ શેખ ઉપરોકત પરિસ્થિતિને લઈ ભરૂચની ઐતિહાસિક ઈદગાહ  ખાતે ઈદની નમાઝ-ખુત્બો મુલતવી રાખવાની જાહેરાત કરી. નગરના તમામ મુસ્લિમ ભાઈઓને પોતપોતાના વિસ્તારની મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઈદની નમાઝ પઢવા અનુરોધ કર્યો છે.  આ મીટિંગમાં પ્રમુખ લાલભાઈ શેખ સાથે સેક્રેટરી મોહંમદ શફી તથા  ટ્રસ્ટી મંડળ ઈદગાહ વકફના  સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.