• રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસોનો આંક ૧,૦૪,૩૪૧ : કુલ ૩૧૦૮નાં મોત • વધુ ૧ર૧ર દર્દી કોરોનામાંથી સાજા થયા : કુલ ૮૪૭પ૮ થયા કોરોના મુક્ત !
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
ગુજરાત રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત રીતે ઉછાળાભરી રહ્યું છે. રાજયભરમાં કોરોનાનો વ્યાપ જોવા મળવા સાથે રાજયના પાંચથી સાત જિલ્લાઓમાં કોરોનાના વધુ કેસો નોંધાવવાનો સિલસિલો જારી રહ્યો છે. જેને કારણે રોજરોજના કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા સપ્તાહથી રાજયમાં કોરોનાના રોજના કેસોનો આંક ૧૩૦૦થી પણ વધુ નોંધાઈ રહ્યો છે જેમાં આજે તો અત્યાર સુધીના હાઈએસ્ટ ૧૩૩પ કોરોનાના નવા કેસ બહાર આવેલ છે. આજે પણ રાજયમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં જ નોંધાયા છે જયારે રાજયમાં કોરોનામાં મોતનું પ્રમાણ યથાવત જળવાતા વધુ ૧૪ વ્યકિતઓના મૃત્યુ નિપજયા છે. તો બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓનો વધતો આંક રાહતજનક છે. ર૪ કલાકમાં રાજયભરમાં વધુ ૧ર૧ર દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૧.ર૩ ટકાએ પહોંચ્યો છે. રાજયમાં કોરોના ટેસ્ટમાં વધારો જારી રહેતા ર૪ કલાકમાં ૭ર,પ૬૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા ઘણા દિવસથી રાજયમાં સતત હજારથી વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે. રાજયમાં આજે નવા ૧૩૩પ કોરોનાના કેસ સામે આવ્યા છે. રાજયમાં પ્રતિદિન પ્રતિમિલિયન વસ્તીએ ૧૧૧૬.૩ર ટેસ્ટ થઈ રહ્યા છે. રાજયમાં અત્યાર સુધી ર૭,૮૦,૬૮૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજરોજ રાજયમાં વિવિધ જિલ્લામાં કુલ ૧૩૩પ કેસ નોંધાયેલા છે. રાજયમાં અત્યાર સુધી ૮૪,૭પ૮ દર્દીઓ સાજા થયા છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થવાનો દર ૮૧.ર૩ ટકા થયો છે. રાજયના અલગ અલગ જિલ્લામાં કુલ ૭,૩૩,૭૯૦ વ્યકિતઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને ર,૧૬ર વ્યકિતઓને ફેસિલિટી કવોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૩૧૦૮ લોકોનાં મોત થયા છે. ર૪ કલાકમાં કોરોનામાં અમદાવાદ કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશન ૩, સુરત ર, ગાંધીનગર ૧, ગીરસોમનાથ ૧, કચ્છ ૧, મોરબી ૧, રાજકોટ કોર્પોરેશન ૧ અને વડોદરા કોર્પોરેશનમાં ૧ એમ રાજયમાં કુલ ૧૪ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જયારે આજના કેસોની વિગત જોઈએ તો અમદાવાદમાં ર૧, અમદાવાદ કોર્પોરેશનમાં ૧પર, અમરેલી ર૩, આણંદ ૧૪, અરવલ્લી ૪, બનાસકાંઠા ૧ર, ભાવનગર રર, ભરૂચ રર, ભાવનગર કોર્પોરેશન ર૭, બોટાદ ૩, છોટાઉદેપુર ૬, દાહોદ ૧૭ અને ગાંધીનગર કોર્પોરેશનમાં ર૧ તેમજ રાજયના અન્ય જિલ્લાઓમાં ૧થી ર૦ જેટલા કેસ નોંધાવવા પામેલ છે. જેને પગલે રાજયમાં કોરોનાના કુલ કેસોનો આંક ૧,૦૪,૩૪૧ થવા પામ્યો છે. રાજયમાં કોરોનાના કુલ કેસોમાંથી ૧૬૪૭પ એકિટવ કેસ છે જેમાં ૯ર દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જયારે અન્ય ૧૬૩૮૩ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે.
Recent Comments