(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રપ
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ હાહાકાર સર્જી રહ્યો છે. રોજના કોરોનાના વધતા કેસો નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. જેમાં પણ સમગ્ર દેશમાં કોરોનામાં મૃત્યુદરના મામલામાં ગુજરાત સૌથી ટોપ પર છે. કોરોના વાયરસનું સંક્રમણ એક-બે જિલ્લાને બાદ કરતા લગભગ સમગ્ર રાજ્યમાં જારી રહેતા રોજે-રોજ કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં હવે રોજના કેસોનો આંક ૧૦૦૦ની ઉપર નોંધાઈ રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના વધુ નવા ૧૦૮૧ વિક્રમજનક કેસ બહાર આવ્યા છે. જેમાં ર૭૬ કેસો સાથે સુરત સૌથી ટોપ પર છે. જ્યારે રાજ્યમાં કોરોનામાં મૃત્યુના પ્રમાણનો વધારો જારી રહેતા વધુ રર વ્યક્તિઓ મૃત્યુ પામી છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં વધારો જોવા મળી રહ્યો છે. વધુ નવા ૭૮ર દર્દીઓ રાજ્યમાં સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજ્યનો સાજા થવાનો દર ૭ર.૪૦ ટકાએ પહોંચ્યો છે. રાજ્યભરમા કોરોના વાયરસના વધતા વ્યાપ વચ્ચે સરકાર દ્વારા પગલાઓ લેવા છતાં રોજેરોજ કેસોમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે અન્ય રાજ્યની સાથે કેસોની તુલના કરવાને બદલે સરકાર દ્વારા વધુ સઘન પગલા લેવા સહિતની કામગીરી કરાય તે ઈચ્છનીય છે કેમ કે આ રીતે રોજે રોજ નવા વિક્રમજનક કેસોનો સિલસિલો જારી રહે તો આગામી દિવસોમાં રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ વિકટ બની શકે છે. રાજ્યભરમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ નવા ૧૦૮૧ વિસ્ફોટ કેસો બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતમાં જ નોંધાયા છે. સુરત શહેરમાં ૧૮૧ અને ગ્રામ્યમાં ૯પ મળી કુલ ર૭૬ કેસ નોંધાયા છે. તો અમદાવાદ જિલ્લામાં ૧૮૦ કેસ નોંધાયા છે. તે પછી વડોદરા જિલ્લામાં ઉછાળો જારી રહેતા ૯૪ કેસ બહાર આવેલ છે. આ જ રીતે રાજકોટ જિલ્લામાં ૬પ, ભાવનગર જિલ્લામાં ૪૧, જૂનાગઢ-૩૭, બનાસકાંઠા-૩૪, સુરેન્દ્રનગર-ગાંધીનગરમાં ર૯-ર૯ કેસ, ભરૂચ-મહેસાણા-દાહોદ જિલ્લામાં રપ-રપ કેસ, જામનગર-ગીર સોમનાથમાં ર૩-ર૩ કેસ, પાટણમાં ર૧ કેસ તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં રથી ર૯ કેસ નોંધાવા પામેલ છે. રાજ્યભરમાં આ નવા કેસો સાથે અત્યાર સુધી કોરોનાના કુલ કેસોનો આંક પપ હજારની નજદીક પહોંચી ગયો છે. કુલ કેસ પ૪૭૧ર થયા છે. જ્યાર કોરોના હબ અમદાવાદમાં કુલ કેસોનો આંક રપપર૯એ પહોંચ્યો છે તો સુરતમાં કેસોનો આંક ઝડપથી વધતાં કુલ ૧૧૩૭૩ કેસ થયા છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા સપ્તાહથી કોરોનામાં મૃત્યુનું પ્રમાણ ફરીથી વધવા પામેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ રર વ્યક્તિઓ મોતને ભેટી છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૧નાં મોત થયા છે. તો અમદાવાદમાં ૪નાં મૃત્યુ થયેલ છે. જ્યારે વડોદરામાં-ર અને ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ, જિલ્લામાં ૧-૧ વ્યક્તિનાં મૃત્યુ નિપજેલ છે. રાજ્યભરમાં આ સાથે કોરોનામાં અત્યાર સુધીમાં કુલ ર૩૦પ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અમદાવાદ જેવા હોટસ્પોટમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧પ૭૩ થવા પામ્યો છે. તો સુરતમાં કુલ ૩પરનાં મૃત્યુ થવા પામેલ છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસો સામે કોરોનામાંથી સાજા થવાનો મામલે રાહતરૂપ છે. જેમાં સારો એવો ઉછાળો જારી રહેતાં ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ ૭૮ર દર્દીઓ કોરોનામાંથી સાજા થયેલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૯૬૧ર લોકો કોરોનામુક્ત થવામાં સફળ રહેલ છે. આજે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૧૭૦ દર્દી અને તે પછી સુરતમાં ૧૬૭ દર્દી સાજા થયા છે. તે બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં વધુ ઓછા પ્રમાણમાં કોરોનામાંથી દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં કુલ ૧ર૭૯પ એક્ટીવ કેસ પૈકી ૮૭ને વેન્ટીલેટર પર રખાયા છે. તો અન્ય ૧ર૭૦૮ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી રહી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ૬.ર૦ લાખ કોરોના ટેસ્ટ કરાયા છે. જે ર૧૪.પર કેસ પ્રતિ દિન પ્રતિ મિલિયન વસ્તી દીઠ હોવાનો સરકારનો દાવો છે.