ફાઇલ તસવીર

(સંવાદદાતા દ્વારા) 

અમદાવાદ, તા.ર
રાજ્યમાં લોકડાઉન ચાર પૂર્ણ થતાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ૪૦૦ને પાર કરી ગઈ છે. છેલ્લા એકાદ મહિનાથી ૩૦૦થી ૪૦૦ની અંદર રમતા કોરોનાના કેસો વધ્યા જરૂર છે પરંતુ સામે રિકવરી રેટ પણ વધી રહ્યો હોવાથી એક્ટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ૪૧પ નવા દર્દીઓ નોંધાવા સાથે રેકર્ડબ્રેક ૧૧૧૪ દર્દીઓ સાજા થતાં રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીની સામે એક્ટિવ દર્દીઓની સંખ્યાનો પ્રમાણ દર પ૩.૧૯ ટકાથી ઘટીને ર૬.૩પ ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાને કારણે ર૯ લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદમાં ર૪, અરવલ્લીમાં ર જ્યારે સુરત, મહેસાણા અને જૂનાગઢમાં ૧-૧ દર્દીનું મોત નિપજ્યું હતું. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાને લીધે થયેલા મોતનો આંક ૧૧૦૦ની નજીક પહોંચી ૧૦૯ર નોંધાયો છે. આજે રાજ્યમાં નવા ૪૧પ દર્દીઓ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ર૭૯, સુરતમાં પ૮, વડોદરામાં ૩ર, ગાંધીનગરમાં ૧પ, મહેસાણામાં પ, ભાવનગર, ભરૂચ અને દાહોદમાં ૪-૪, ખેડામાં ૩, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ર-ર તથા બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં ૧-૧ દર્દીઓ નવા નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી ૧૭૬૩ર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જે પૈકી ૧૧૮૯૪ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. કુલ દર્દીઓ પૈકી ૧૦૯ર મોતને ભેટી ચૂકયા છે. આથી હાલ ૬ર દર્દી વેન્ટીલેટર પર અને ૪પ૮૪ સ્ટેબલ હાલતમાં મળી ૪૬૪૬ એક્ટિવ કેસ છે. આજે રાજ્યમાં નવા નોંધાયેલા ૪૧પ દર્દીઓની સામે ૧૧૧૪ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૦૧૯ દર્દીઓ, સુરતમાં ૩ર, સાબરકાંઠામાં ર૦, વડોદરામાં ૯, કચ્છમાં ૭, દાહોદ અને ખેડામાં ૪-૪, આણંદ-અરવલ્લી અને મહેસાણામાં ૩-૩, ગાંધીનગર, ગીર-સોમનાથ, રાજકોટ અને તાપીમાં ર-ર તથા જૂનાગઢ અને પાટણમાં ૧-૧નો સમાવેશ થાય છે.

રાજ્યમાં એક જ દિવસમાં કુલ ૧૧૧૪ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા

અમદાવાદ ૧૦૧૯
સુરત ૩ર
સાબરકાંઠા ર૦
વડોદરા ૦૯
કચ્છ ૦૭
દાહોદ ૦૪
ખેડા ૦૪
આણંદ ૦૩
અરવલ્લી ૦૩
મહેસાણા ૦૩
ગાંધીનગર ૦ર
ગીર-સોમનાથ ૦ર
રાજકોટ ૦ર
તાપી ૦ર
જૂનાગઢ ૦૧
પાટણ ૦૧

છેલ્લા ર૪ કલાકમાં નવા નોંધાયેલા કેસો

જિલ્લો કેસ
અમદાવાદ ૨૭૯
સુરત ૫૮
વડોદરા ૩૨
ગાંધીનગર ૧૫
મહેસાણા ૦૫
ભાવનગર ૦૪
ભરૂચ ૦૪
દાહોદ ૦૪
ખેડા ૦૩
જિલ્લો કેસ
પંચમહાલ ૦૨
કચ્છ ૦૨
સુરેન્દ્રનગર ૦૨
બનાસકાંઠા ૦૧
પાટણ ૦૧
નર્મદા ૦૧
વલસાડ ૦૧
નવસારી ૦૧
કુલ ૪૧૫