(એજન્સી) ઈંટાવા, તા.રપ
૬૯ કોરોના વાયરસ પીડિતોના એક સમૂહને ઉત્તરપ્રદેશના ઈંટાવા જિલ્લાની એક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બંધ ફાટકોની બહાર એક ફૂટપાથ પર ગુરૂવારે સવારે એક કલાક સુધી રાહ જોવી પડી તે પહેલાં હોસ્પિટલમાં ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને તેમને દાખલ કરવા માટે તકરાર થઈ. ઉત્તરપ્રદેશના ઈંટાવા જિલ્લાના સેફઈમાં ઉત્તરપ્રદેશ આયુવિજ્ઞાન યુનિ.ના ફલુ આઉટ પેશન્ટ વિભાગના ફાટકોની બહાર વિચિત્ર ઘટના સામે આવી જ્યારે ગુરૂવારે સવારે ૬૯ કોરોના દર્દીવાળી એક બસ હોસ્પિટલના ગેટ પર પહોંચી. દર્દીઓને વિસ્તારના સૌથી મોટા હોસ્પિટલોમાંથી પશ્ચિમ યુપીના શહેરથી સેફઈના સરકારી હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. દર્દીને આગરાથી ૧૧૬ કિ.મી. દૂર યુપી પરિવહનની બસમાં મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ ભાર આપીને જણાવ્યું કે, બસની સાથે એક એસ્કોર્ટ ટીમ મોકલવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં હોસ્પિટલના બંધ ફાટકોની બહાર એક ફૂટપાથ પર દર્દીઓને બેસેલા દર્શાવવામાં આવ્યા છે અને બે પોલીસ કર્મચારીને તેમને દૂરથી નિર્દેશિત કરે છે. વીડિયોથી આ લાગે છે કે, પોલીસ આગરાથી બસની સાથે ગઈ હતી. સરકારી હોસ્પિટલના એક અધિકારીને કોરોનાના દર્દીને સંબોધિત કરતાં સાંભળી શકાય છે. અહીં રહો. મને વિશ્વાસ છે કે એક મેડિકલ ટીમ જલ્દી અહીં આવશે અને એક યાદી બનાવશે અને તમને અંદર લઈ જશે. તમે અહીં-તહીં ભાગશો તો તમે બધા ભળી જશો. પ્રયાસના કરો અને અહીં-તહીં ના ફરો. પોલીસ અધિકારી ચંદ્રપાલસિંહ મોબાઈલ વીડિયોમાં કહી રહ્યા છે. કોઈ માહિતી નથી, બાકી યાદીઓ બનાવી દેવામાં આવી હતી. તમે ઓચિંતા પહોંચી ગયા. હોસ્પિટલના ઉપકુલપતિએ સ્વીકાર કર્યો કે સંચારની કમીના હતી પરંતુ સેફઈ હોસ્પિટલમાં ડૉક્ટરો અથવા પેરામેડિકલ સ્ટાફને આરોપી ગણાવી શકાય નહીં. હું આ કહી શકું તો નથી કે કોણ બેદરકાર હતું પરંતુ દર્દીને એક દિવસ બુધવાર સુધી પહોંચવાનું હતું અને જ્યારે દર્દીઓને આટલી મોટી સંખ્યામાં સ્થળાંતરિત કરવામાં આવે છે તો પ્રક્રિયા એ છે કે, એક જવાબદાર અધિકારી અથવા ડૉક્ટર એક યાદી સાથે આવે છે જેમાં દર્દીના નામ અને સ્થિતિ હોય તેમ છતાં અમે દર્દીઓને અંદર લઈ જઈએ છીએ. અમારી ટીમ સતર્ક હતી. આ કારણે તે નક્કી દિવસે નહીં પરંતુ આગામી દિવસે પહોંચ્યા ન હતા. મને જાણ થઈ કે અમારી ટીમને માહિતી ન હતી તેમ છતાં અમારી ટીમે તેમને કોઈપણ દસ્તાવેજ વિના લઈ લીધા. તેમાં ૩૦ મિનિટથી એક કલાકનો સમય લાગ્યો. મને વિશ્વાસ નથીકે તે ક્યાંય પણ ફરી રહ્યા હતા.