(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
રાજ્યમાં કોરોના વાયરલ બરોબરનો હાહાકાર સર્જી રહ્યો છે જેમાં પણ લોકડાઉન બાદના અનલોક-૧ની છૂટછાટના સમયગાળામાં કોરોનાનું સંક્રમણ બહુ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૧પ-ર૦ દિવસથી તો કોરોના પોઝિટિવના સતત પ૦૦થી વધુ કેસ રોજેરોજ બહાર આવી રહ્યા છે તેની સાથે કોરોનામાં મૃત્યુનું વધુ પ્રમાણ પણ જારી રહેતાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ વધુ વણસી રહી હોય તેમ જણાય છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં કોરોના પોઝિટિવના વધુ નવા પ૬૩ વિસ્ફોટ કેસ બહાર આવ્યા છે. ગત રોજ અને આજે રાજ્યના કોરોના હોટસ્પોટ અમદાવાદ પછી હવે સુરતમાં કેસોનો ભારે ઉછાળો બહાર આવી રહ્યો છે. જ્યારે રાજ્યમાં કોરોનાને લીધે વધુ ર૧ વ્યક્તિઓના મોત થયેલ છે. બીજી તરફ રાજ્યભરમાં કોરોનામાંથી સાજા થવાનો મામલો પણ કોરોના કેસ જેટલો થઈ ગયો છે. આજે વધુ પ૬૦ દર્દી સાજા થવામાં સફળ રહેલ છે. રાજ્યભરમાં કોરોના વાયરસનો વ્યાપ વધતા સરકારી તંત્ર માટે વધુ પડકારજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. રોજે રોજ વધતા કેસોને લઈ ચિંતા સાથે દોડધામ વધી જવા પામી છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ નવા પ૬૩ કોરોના પોઝિટિવ કેસ બહાર આવેલ છે જેમાં અમદાવાદમાં ૩૧૪ કેસ નોંધાયા છે તો સુરતમાં સતત બીજા દિવસે ઉછાળા સાથે ૧૩ર કેસ નોંધાયા છે તે પછી વડોદરામાં ૪૪ કેસ, જામનગરમાં ૧૦, ગાંધીનગર-જૂનાગઢ-નર્મદામાં ૭-૭ કેસ તથા આણંદમાં ૬, ભરૂચમાં પ, મહેસાણામાં ૪, ભાવનગર-પાટણ-ખેડામાં ૩-૩ કેસ અને મહિસાગર-સાબરકાંઠા-ગીર-સોમનાથ-બોટાદ-વલસાડ-અમરેલીમાં ર-ર કેસ તેમજ અન્ય પાંચ જિલ્લામાં ૧-૧ કેસ નોંધાવવા પામેલ છે. રાજ્યભરમાં આ સાથે કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક ર૭૮૮૦ પર પહોંચ્યો છે જ્યારે કોરોના હબ અમદાવાદમાં આજના કેસ સાથે કુલ કેસ ૧૯૧પ૧ થવા પામેલ છે તો સુરતમાં કેસોમાં વધારો થવા સાથે કુલ ૩૩૬પ કેસ થયા છે. કોરોના કેસોના ઉછાળા સાથે તેના મૃત્યુનું પ્રમાણ પણ એ જ રીતે રાજ્યમાં જારી રહેલ છે. રાજ્યભરમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ર૧ વ્યક્તિઓ કોરોનાનો ભોગ બનવા પામી છે જે પૈકી એકલા અમદાવાદમાં જ ૧૬ વ્યક્તિઓના મૃત્યુ નિપજેલ છે તો સુરતમાં પણ પ્રમાણ વધતાં પાંચના મોત થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૮પએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. જ્યારે અમદાવાદમાં આજના મોત સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૩૪૮ થવા પામ્યો છે તો સુરતમાં કુલ ૧૩૪ લોકો કોરોનાનો કોળિયો બન્યા છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનામાંથી સાજા થવાના મામલામાં ઉછાળો નોંધાતા લોકોને માટે રાહતના સમાચાર છે. રાજ્યભરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ પ૬૦ દર્દીઓ સાજા થતાં ઘર ગયેલ છે. જેમાં અમદાવાદમાં ૪૦૧ દર્દીઓ, સુરતમાં ૬૩, વડોદરામાં પ૧, મહેસાણામાં ૮, આણંદ ૬, અરવલ્લી-ગાંધીનગર-કચ્છમાં ૪-૪ દર્દી તથા ખેડા-પાટણ-પંચમહાલમાં ૩-૩ દર્દી તેમજ નર્મદા-સાબરકાંઠામાં ર-ર દર્દી અને અમરેલી, ભાવનગર, મહિસાગર, નવસારી, રાજકોટ, વલસાડમાં ૧-૧ દર્દી સાજા થઈને ઘરે ગયેલ છે. આ સાથે રાજ્યભરમાં કુલ ૧૯૯૧૭ દર્દીઓ કોરોનામુક્ત થવામાં સફળ રહેલ છે. રાજ્યમાં નોંધાયેલ કુલ કોરોના પોઝિટિવ કેસ પૈકી ૬ર૭૮ એક્ટિવ કેસમાંના ૬૭ દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ છે જ્યારે અન્ય ૬ર૧૧ દર્દીની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટના ઓછા પ્રમાણ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩.ર૯ લાખ ટેસ્ટ કરવામાં આવેલ હોવાની જાહેરાત સરકારી યાદી દ્વારા કરાઈ છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ ૩૧૪
સુરત ૧૩૨
વડોદરા ૪૪
જામનગર ૧૦
ગાંધીનગર ૦૭
જૂનાગઢ ૦૭
નર્મદા ૦૭
આણંદ ૦૬
ભરૂચ ૦૫
મહેસાણા ૦૪
ભાવનગર ૦૩
પાટણ ૦૩
ખેડા ૦૩
જિલ્લો કેસ
મહિસાગર ૦૨
સાબરકાંઠા ૦૨
બોટાદ ૦૨
ગીર-સોમનાથ ૦૨
વલસાડ ૦૨
અમરેલી ૦૨
બનાસકાંઠા ૦૧
રાજકોટ ૦૧
પંચમહાલ ૦૧
કચ્છ ૦૧
સુરેન્દ્રનગર ૦૧
નવસારી ૦૧
કુલ ૫૬૩

લોકડાઉન કરતાં અનલોક-૧માં કોરોના બન્યું ઘાતક !

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો અનલોક-૧ની છૂટછાટના સમયગાળામાં વધુ પ્રમાણમાં વકર્યા હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.
લોકડાઉનમાં અનલોક-૧માં
૭૪ દિવસ રર દિવસ
૧૬૭૮૪ કેસ ૧૧૦૮૬ કેસ
૧૦૩૮ મોત ૬૪૭ મોત
ર,૧૧,૯૩૦ ટેસ્ટીંગ ૧,૧૭,૪૧૩ ટેસ્ટીંગ