સુરેન્દ્રનગર, તા.૧૨
ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કોરોનાના કહેર વચ્ચે દેશ અને ગુજરાત બરબાદ થઈ રહ્યું છે. બેકારી અને ભૂખમરાની પરિસ્થિતિમાં ઉત્સવો અને રાજકીય રેલીઓ કરવામાં મસ્ત ભાજપ સરકારની સંવેદના મરી પરવારી છે. અસંખ્ય લોકો મરી રહ્યાં છે ત્યારે ભાજપ ધારાસભ્યોને ખરીદવામાં વ્યસ્ત છે.
ગુજરાતના યુવાનો હતાશ અને નિરાશ છે. હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં સરકારી ભરતી કરવામાં આવતી નથી ત્યારે બોલશે ગુજરાત યુવાનોનો અવાજ. આવો હવે હદ થઇ છે જો આપણે ચૂપ રહીશું તો ગુજરાત બરબાદ થઈ જશે તેવું પણ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮૧ લાખ ઉમેદવારોએ સરકારી નોકરી મેળવવા માટે અરજી કરી છે અને હજુ પણ સરકારી ખાતાઓમાં અલગ અલગ જગ્યાઓ પર ૩૪ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે ત્યારે સરકાર આ બાબતે વિચારી યુવાવર્ગને નોકરી આપે તેવી પણ સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.