સુરત શહેરમાં વધુ ૧૭૪ અને અમદાવાદ શહેરમાં વધુ ૧૬પ નવા કેસ નોંધાયા • રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો ૩પ૯૮એ પહોંચ્યો કુલ કેસનો આંકડો ૧.પપ લાખને પાર

અમદાવાદ, તા.૧૪
વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાના દાવા કરી રહી છે. તેની વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, નોંધવા જેવી બાબત એ પણ છે કે, અગાઉ વધુ કેસો નોંધાતા હતા ત્યારે રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યા પણ વધારે હતી. જ્યારે હાલ ટેસ્ટીંગની સંખ્યા પણ ઘટાડી દેવાઈ છે. એટલે જ નવા કેસો ઓછા નોંધાઈ રહ્યા છે. તેવું કહીએ તો નવાઈ નહીં ત્યારે રાજ્યમાં આજે વધુ ૧૧૭પ નવા કેસ નોંધાયા છે. તેની સામે ૧૪૧૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. ઉપરાંત વધુ ૧૧ દર્દીઓ કોરોનાનો કોળિયો બની ગયા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી મોતનો કુલ આંકડો ૩પ૯૮ થઈ ગયો છે.
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા ૧૪૦૦થી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવતા હતા તેમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો ૧૨૦૦થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૧૭૫ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૫૫,૦૯૮એ પહોંચી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર ૮૮.૦૪ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૦,૯૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં ૫૧,૬૫,૬૭૦ ટેસ્ટ કરાયા છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૭૮, વડોદરા કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૬, જામનગર કોર્પોરેશન ૬૦, વડોદરા ૪૦, મહેસાણા ૩૭, રાજકોટ ૨૯, અમરેલી ૨૮, ગાંધીનગર કોર્પોરેશન ૨૭, ભરૂચ ૨૫, જામનગર ૨૫, પાટણ ૨૩, સુરેન્દ્રનગર ૨૩, જૂનાગઢ ૨૧, જૂનાગઢ કોપોરેશન ૨૦, કચ્છ ૨૦, ગાંધીનગર ૧૯, પંચમહાલ ૧૯, સાબરકાંઠા ૧૯, ગીર સોમનાથ ૧૮, અમદાવાદ ૧૭, ભાવનગર કોર્પોરેશન ૧૪, મોરબી ૧૪, આણંદ ૧૨, બનાસકાંઠા ૧૧, દેવભૂમિ દ્વારકા ૧૧, દાહોદ ૧૦, નવસારી ૧૦, મહીસાગર ૮, તાપી ૭, અરવલ્લી ૬, ભાવનગર ૬, ખેડા ૬, પોરબંદર ૬, નર્મદા ૫, છોટા ઉદેપુર ૪, વલસાડ ૩, બોટાદ ૨ મળી કુલ ૧૧૭૫ કેસો મળ્યા છે. જ્યારે મોતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૨, ગાંધીનગર ૧, પાટણ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૧ લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૫૯૮એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૬,૫૪૧ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૪,૯૫૯ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૯ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૪,૮૮૦ સ્ટેબલ છે.