ત્રણ દરવાજા

શાહઆલમ દરવાજા

અમદાવાદ શહેરમાં બેકાબૂ કોરોનાને કાબૂમાં રાખવા પેરામિલિટરી ફોર્સની મદદ લેવામાં આવી છે. જો કે, આ કોરોનાનો સામનો કરી તેને ઠાર મારતાં નથી પરંતુ લોકડાઉનનો ભંગ કરી કોરોના ફેલાવવા જવાબદાર લોકોને કાબૂમાં રાખી કોરોનાનું સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરના રેડ ઝોન કોટ વિસ્તાર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સના જવાનોએ ફલેગમાર્ચ યોજી હતી.