(સંવાદદાતા દ્વારા)
મોડાસા,તા.૧
કોરોના સામે લડાઇ લડી રહેલા અરવલ્લી જિલ્લાને રેડ ઝોનમાં સમાવિષ્ટ કરતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદથી ખાનગી વાહન મારફતે ધનસુરાના છેવાડીયા ગામે આવેલી મહિલા કોરોના પોઝિટિવ આવતા વાત્રકની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. કોરોના ગ્રસ્ત જાહેર થયેલી ૪૦ વર્ષીય મહિલા રિકવરી સ્ટેજ આવ્યા બાદ સારી થઈ ગઈ છે. કોરોનાના લક્ષણ બંધ થયા બાદ તેનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાદ બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા મહિલાને ૧૦ દિવસ પછી રજા આપવામાં આવતા વાત્રક કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સે તાળીઓના સન્માન સાથે વિદાય આપી હતી. પત્નીને લેવા પહોંચેલ પતિ-પત્ની ભાવુક થયા હતા અને હોસ્પિટલના કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.