કોરોનાની મહામારીને લઈને ર૧ દિવસના લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા તંત્ર સજ્જ છે. ત્યારે બીજી તરફ પ્રજાનો પણ એટલો જ પ્રતિસાદ મળી રહ્યો છે. જેના લીધે લોકડાઉનનો હાલ ચુસ્ત અમલ થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે લોકડાઉનના અમલ માટે મુસ્લિમોએ તેમની જુમ્માની નમાઝ મસ્જિદના બદલે ઘરે અદા કરી હતી. જેને પગલે અમદાવાદ શહેરની જુમ્મા મસ્જિદ બંધ રાખવામાં આવી હતી. તેવી જ રીતે લોકોની ભીડથી ખીચોખીચ ભરાયેલા રહેતા શહેરની ઓળખસમાં ત્રણ દરવાજા પણ સુમસામ જોવા મળે છે. ઉપરાંત ગુરૂવારે અમદાવાદમાં એક સાથે ૫૫થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જેને પગલે શહેરના શાહઆલમ વિસ્તાર સહિતના જુદા-જુદા વિસ્તારોમાં સેનિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ હતી.
Recent Comments