(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૩૦
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને હરાવનાર ગઠામણ ગામના ૩ વ્યક્તિઓને પાલનપુર સીવીલ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા સોમાભાઇ પરમારની પુત્રી આશાબેન ઉ.વ. ૧૮ અને પુત્ર અજય સોમાભાઇ ઉ.વ. ૧૪ બંન્ને ભાઇ-બહેન તથા ગઠામણ ગામની જ ચાર વર્ષની બાળકી સુલાફા ગુલાબરસુલ ધુક્કા ઉ.વ. ૪ વર્ષના બીજા બે રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા અપાઇ છે. પાલનપુર સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ડો. સુનિલ જોષી સહિત અન્ય ર્ડાકટરોએ સાજા થયેલા દર્દીઓને શુભેચ્છા ગીફ્ટ આપી, તાળીઓથી અભિવાદન કરી હોસ્પીટલમાંથી વિદાઇ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ૫ વર્ષીય બાળક મહેક અરવિંદભાઇ વડાલીયાએ પણ કોરોનાને મ્હાત આપતા બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તા. ૧૯ એપ્રિલે રજા અપાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ-૩૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા તેમાંથી ભાગળ ગામના મહિલાનું અવસાન થયું છે. અત્યાર સુધી સાજા થયેલા કુલ-૪ વ્યક્તિઓને ઘેર જવાની રજા અપાઇ છે અને કોરોના સંક્રમિત ૨૫ દર્દીઓ સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે તેમની સ્થિતિ પણ સારી છે તેમ પાલનપુર હોસ્પીટલના સીવીલ સર્જન ડો. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ડો. સુનિલ જોષીએ જણાવ્યું છે.
કોરોનાને હરાવનાર ગઠામણ ગામના ૩ વ્યક્તિઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઇ

Recent Comments